________________
સામાયિક ધર્મ એટલે શું ?
સામાયિક ધર્મ અનાદિ કાળથી છે. પરમ ઉપકારી શ્રીતીર્થંકર ભગવંતોએ આ ધર્મ કણો છે.
સામાયિક ધર્મ શાશ્વત ધર્મ છે. આત્માની પરિપૂર્ણ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવાની સહજ, સરળ, અને સર્વોત્તમ પ્રક્રિયા (The Unique Process of Soul Subimation) છે. જ્યારે પણ જે કોઈ આત્માએ સંપૂર્ણ વિકાસ સાધ્યો છે, ત્યારે તેને અવશ્ય સામાયિક ધર્મનું શરણ લીધું છે.
આત્માના સર્વ ગુણો સામાયિક ધર્મદ્વારા પ્રગટે છે. સમત્વાદિ આત્મગુણો પ્રગટાવનારી પદ્ધતિ સામાયિક ધર્મ છે.
સમત્વથી મોક્ષ છે. અસમત્વથી સંસાર છે. રાગ-દ્વેષ કર્મબંધનું કારણ છે. સામાયિક કર્મબંધનથી મુક્ત થવાની, રાગ-દ્વેષરૂપી રોગથી આત્માનેં મૂકાવનારી સહજ ક્રિયા છે.
સામાયિક ધર્મથી જીવનદૃષ્ટિમાં મૌલિક પરિવર્તન આવે છે સર્વ નિરપેક્ષ માત્ર પોતાના સુખની પરિમિત દૃષ્ટિ બદલાઈને સર્વના હિતની વિશાળ દૃષ્ટિ ઉઘડે છે, સર્વના કલ્યાણનો ભાવ પ્રગટે છે.
સામાયિકવડે આત્મામાં સમત્વભાવ આવે છે અને આત્મગુણો વિકસે છે. સામાયિક સ્વ પ્રત્યેની અને સર્વ પ્રત્યેની સ્યાદ્વાદ દૃષ્ટિ ઉઘાડે છે.
સામાયિક-સર્વ ગુણોનો આધાર
રાગ-દ્વેષના અભાવરૂપ આત્માના મધ્યસ્થ પરિણામ અને એ પરિણામ વખતે થતો જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણોનો આત્માને લાભ તેને સામાયિક કહે છે. રાગ-દ્વેષમાં મધ્યસ્થ રહેવું એટલે સમ. અને સમરૂપ મધ્યસ્થભાવનો આય એટલે લાભ તે સામાયિક.
સમ એટલે સર્વ જીવો પ્રત્યે સમભાવ અને તેથી સાવદ્યયોગનો ત્યાગ તથા નિરવઘ યોગનું અનુષ્ઠાન. જે ક્રિયા આ રીતે સમભાવના લાભવાળી છે, તે સામાયિક છે.
‘‘સમાનિ-જ્ઞાનવર્શનવારિત્રાળિ, તેવુ અયનું ગમનમ્ સમાય:, સ વ સામાયિત્ ।' મોક્ષ માર્ગના સાધન જ્ઞાન, દર્શન, ચારિત્ર “સમ” કહેવાય છે, તેને વિષે પ્રવૃત્તિ કરવી તે સામાયિક છે.
જે પરિણામને ધારણ કરવાથી આત્મા સમવૃત્તિવાળો બને, રાગદ્વેષ રહિત થાય
૩૯૨ • ધર્મ અનુપ્રેક્ષા