Book Title: Dharm Anupreksha
Author(s): Vajrasenvijay
Publisher: Bhandrankar Prakashan

Previous | Next

Page 411
________________ ફરમાવે છે કે મત્તલ મન્નિષ્ણ છબિ ' “છ જવનિકાયને પોતાના આત્માની સમાન સમજો.” પ્રાણી માત્રને આત્મતુલ્ય સમજો. શાસ્ત્ર કહે છે કે “હે પુરુષ, તું જેને મારવાની ઇચ્છા કરે છે, વિચાર કર કે સુખદુઃખનો અનુભવ કરનાર તે તારા જેવો જ જીવ છે. તું જેના ઉપર હકૂમત કરવાની ઇચ્છા કરે છે, વિચાર કર કે તે તારા જેવો જ જીવ છે. તું જેને દુઃખ આપવાનો વિચાર કરે છે, વિચાર કરે તે તારા જેવો જ જીવ છે. તું જેને પોતાના વશમાં રાખવાની ઇચ્છા કરે છે, વિચાર કર કે તે તારા જેવો જ જીવ છે. તું જેના પ્રાણ લેવાની ઇચ્છા કરે છે, વિચાર કર કે તે તારા જેવો જ જીવ છે.” સપુરુષ આ પ્રમાણે વિવેક રાખીને જીવન વીતાવે છે. નિષેધક વ્યાખ્યા અને વિધાયક વ્યાખ્યા સામાયિકનો વિચાર કરતાં સામાયિકના નિષેધક તેમ જ વિધાયક બંને સ્વરૂપો સમજવા પડશે. આ બંને સ્વરૂપો સમજવાથી જ આરાધક આત્મા જીવનમાં સામાયિક ધર્મ આચરી શકશે. અહિંસા એટલે હિંસા ન કરવી, પ્રાણોનો ઘાત ન કરવો (Non Violence) આ નિષેધક વ્યાખ્યા છે. અહિંસા એટલે સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ, જીવત્વનું સન્માન કરવું (Reverence for Life) આ વિધાયક વ્યાખ્યા છે. બ્રહ્મચર્ય એટલે મૈથુનનો ત્યાગ આ નિષેધક વ્યાખ્યા છે. બ્રહ્મચર્ય એટલે શુદ્ધ આત્મગુણોમાં રમણતા કરવી. આ વિધાયક વ્યાખ્યા છે. સામાયિકની નિષેધક તથા વિધાયક વ્યાખ્યાઓ સંબંધ સૂક્ષ્મ વિચાર કરવો પડશે. શાસ્ત્રમાં કહ્યું છે કે “સમતા સર્વભૂતેષુ, સંયમ: ગુમ માવના | માર્જરી પરિત્યાદ્ધિ સામાયિક વ્રતમ્ " સર્વ જીવો પ્રત્યે સમભાવ રાખવો એટલે સમતા, પાંચ ઇન્દ્રિયોના વિકારોને વશ રાખવા એટલે સંયમ, શુભ ભાવના રાખવી અને આર્ત તથા રૌદ્રધ્યાનનો ત્યાગ કરવો ૩૯૪ ૦ ધર્મ અનુપ્રેક્ષા

Loading...

Page Navigation
1 ... 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442