________________
जे कवि गया मोक्खं, जे वि य गच्छंति जे गमिस्संति ।
ते सव्वे सामाइअं - माहप्पेणं मुणेयव्वा ॥
જે કોઈ મોક્ષે ગયા, જશે અને જાય છે તે સર્વે સામાયિકના પ્રભાવથી, એમ જાણવું.
વિશ્વ શાસન
વિશ્વહિતની શાશ્વત વ્યવસ્થા એટલે જૈનશાસન.
સર્વ સત્ત્વોનું હિત જૈનશાસનમાં રહેલું છે, માટે ત્રણ કાળ અને ત્રણ લોકમાં જૈનશાસન જયવંતુ વર્તે છે.
સામાન્ય માનવી એટલે “જન” ઉપર બે માત્રાઓ એક સ્વાર્થ ઉપસર્જનની અને બીજી પાર્થકરણની લાગે છે ત્યારે તે “જૈન” બને છે.
અહંને ઓગાળવા માટે સ્વાર્થને ઓછો કરવો પડશે. સ્વાર્થ ઓછો ક૨વાનો સરળ અને સહજ માર્ગ પરાર્થકરણ છે.
પ્રાણી માત્રના હિતનો ભાવ જૈનના હૈયામાં વસેલો હોય.
જૈનશાસન એટલે સર્વનું હિત જેમના હૈયે હોય તેમનું શાસન છે. (For the absolute good of all and Everyone)
સર્વના કલ્યાણમાં આપણા સર્વ કલ્યાણ રહેલા છે માટે જ જૈનશાસન સર્વના કલ્યાણનું કારણ છે.
જૈનશાસન એટલે સર્વના હિતની શાશ્વત વ્યવસ્થા.
જૈનશાસન એટલે વિશ્વ ઉત્ક્રાંતિ (Cosmic Evolution) માટેના સર્વ સહાયક સાધનોનો સંગ્રહ.
જૈનશાસન એટલે સર્વ હિત સાથેનો સ્વહિતનો રાજમાર્ગ.
અને તેથી જૈનશાસન વિશ્વશાસન છે.
ધર્મ અનુપ્રેક્ષા - ૩૯૧
.