Book Title: Dharm Anupreksha
Author(s): Vajrasenvijay
Publisher: Bhandrankar Prakashan

Previous | Next

Page 406
________________ વર્ષની શોધોએ મનુષ્યના અસ્તિત્વને પણ ભયમાં મૂક્યું છે. ભયમાંથી બચવાનો એક માત્ર ઉપાય ધર્મમહાસત્તાનો પરિચય છે, ધર્મનું શરણ છે. વિજ્ઞાનની પૂલ શોધો પ્રત્યે આજની પ્રજાને એક પ્રકારનો મોહ પ્રગટ્યો છે. ખોટા વિજ્ઞાનને બદલે સાચા વિજ્ઞાન પ્રત્યે આ મોહના પ્રવાહને વાળવાની આજે અગત્યતા છે. ધર્મ ઊંચા પ્રકારનું વિજ્ઞાન છે આધ્યાત્મિકતા (Spirituality) સૂક્ષ્મ ટેસ્ટ ટ્યુબના પ્રયોગમાં સફળ પૂરવાર થઈ શકે છે. પ્રકૃતિના મહાશાસન સાથે જીવનને સંબંધ ધર્મના નિયમો સ્પષ્ટ સમજાવે છે. | સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક વોરન વીવર જણાવે છે કે “હું ખાત્રીથી કહું છું કે ધર્મ, વિજ્ઞાન કરતાં ઘણો ચઢિયાતો છે, કારણ કે ધર્મે સંપૂર્ણતા પ્રાપ્ત કરી છે અને વિજ્ઞાન સંપૂર્ણતાની સમક્ષ પણ આવ્યું નથી.” (Religion has attained and actual identification with perfection, whereas science has to content itself with a never ending: and Hence never realized, approach to perfection.) - વિજ્ઞાનદ્વારા જે સમજાય છે, ક્યારેક સમજાતું પણ નથી, ધર્મદ્વારા તે અનુભવાય છે. વિજ્ઞાન સદા અપૂર્ણ છે અને અપૂર્ણ જ રહેવાનું. ધર્મ તેના આરાધકને દરેક ભૂમિકા ઉપર પૂર્ણતાનો ઓછો-વધુ અનુભવ કરાવે છે. વિજ્ઞાન પૂર્ણતા પ્રત્યે નહિ, અપૂર્ણતા પ્રત્યે આંગળી ચીંધે છે. ધર્મ પૂર્ણતાને માત્ર સમજવાનું નહિ, અનુભવવાનું–પ્રગટાવવાનું સાધન છે. સર્વ જીવોના કલ્યાણનો માર્ગ સર્વ પ્રકારની કસોટીઓમાંથી સામાયિક ધર્મ પાર ઉતરી શકે છે, કારણક કે સામાયિક ધર્મ પ્રકૃતિના શાશ્વત નિયમો અનુસાર છે. પરમ ઉપકારી શ્રી તીર્થકર ભગવંતોએ ત્રણ લોકના સર્વ જીવોના કલ્યાણને અર્થે સામાયિક ધર્મ ફરમાવ્યો છે. શ્રીતીર્થકર ભગવંતોનો સંબંધ ત્રણ લોકની સાથે રહેલો છે, ત્રણે લોકના સર્વ જીવોના કલ્યાણની કામના તેમણે કરેલી છે. તીવ્ર ભાવના ભાવેલી છે. સર્વ જીવોનું આત્યંતિક કલ્યાણ થાય તે માટેનો માર્ગ શું હોઈ શકે તેના સંપૂર્ણ સાક્ષાત્કાર માટે અને તેમાં પ્રતિબંધક કર્મના નિર્મુલ ક્ષય માટે તીવ્ર તપ તપ્યા છે, ઉગ્ર સંયમ પાળ્યા છે, ઘોર પરિષદો અને ઉપસર્ગો સહ્યા છે. આવી સમગ્ર સાધનાના પરિણામે સર્વ પુણ્ય ધર્મ અનુપ્રેક્ષા ૩૮૯

Loading...

Page Navigation
1 ... 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442