Book Title: Dharm Anupreksha
Author(s): Vajrasenvijay
Publisher: Bhandrankar Prakashan

View full book text
Previous | Next

Page 405
________________ વિશ્વશાસન માનવભવનું મહત્વ સમજાયા પછી જીવનમાં ધર્મનું મહત્વ સમજાવું જોઈએ. મનુષ્યદેહ આપણને પ્રાપ્ત થયો છે. ધર્મની જિજ્ઞાસા આપણે કેળવવાની છે. અર્વાચીન વિજ્ઞાન, જીવન તથા જગતના સ્થૂલ સ્વરૂપનું વિશ્લેષણ કરે છે. જીવનનું તથા જગતનું સૂક્ષ્મ સ્વરૂપ પણ છે. આ સૂક્ષ્મ સ્વરૂપના જ્ઞાન તથા દર્શન કરી માત્ર માનવી તે અનુસાર જીવન જીવી શકશે. આજની પ્રજાને પ્રકૃતિના જડ વિજ્ઞાન Material Aspect)માં ઘણો રસ રહ્યો છે. એટમયુગના માનવીને જડ પ્રકૃતિ ઉપર જે શ્રદ્ધા છે તેથી અત્યંત અધિક શક્તિસંપન્ન ધર્મમહાસત્તા છે. ધર્મની આ મહાસત્તાને કર્મસત્તા પણ અનુસરે છે. ત્રણ ભુવનમાં તેથી ડિયાતું બીજું કોઈ બળ નથી. આજના આ એટમયુગમાં આ ધર્મમહાસત્તાનો પરિચય કરવાની અનિવાર્ય અગત્ય છે. આ પરિચયમાં ધર્મપ્રેમનું તાત્ત્વિક બીજ રહેલું છે. ધર્મ એટલે ધર્મમહાસત્તાના સ્વરૂપનો પરિચય. ધર્મ એટલે આ સ્વરૂપનો પરિચય પામી તે અનુસાર જીવન જીવવાની પ્રક્રિયા. તેથી ધર્મમાં વિજ્ઞાન છે, તથા ધર્મમાં કલા પણ છે. • જીવનનું સર્વશ્રેષ્ઠ વિજ્ઞાન તથા જીવનની સર્વશ્રેષ્ઠ કલા (Science of Life and Art of Life) એટલે ધર્મ. ધર્મ મહાસત્તાનો પરિચય થયા પછી સ્પષ્ટપણે સમજાશે કે ધર્મના સર્વે વિધિવિધાનો સ્વ અને સર્વના સંબંધ ઉપર, વિશ્વવ્યવસ્થા તથા વ્યક્તિના સંબંધ (Relation of cosmic Order and Human Soul) ઉપર રચાયા છે. સમગ્ર વિશ્વ સાથે આપણો સંબંધ શું છે ? પ્રત્યેક જીવાત્માનો આપણા ઉપર કેટલો ઉપકાર છે ? સ્વ અને સર્વનો એક બીજા સાથેનો સંબંધ કેવો છે ? આ સમજાયા પછી ધર્મના વિધિવિધાનો પાછળ રહેલાં રહસ્યો સ્પષ્ટ થાય છે. પૂર્ણતા પ્રગટાવવાનું સાધન એટલે ધર્મ અર્વાચીન વિજ્ઞાનનું લક્ષ્ય વિગતો ઉપર કેન્દ્રિત થયું છે. આ વિગતોના સંબંધનું, વ્યક્તિ અને વિશ્વના સંબંધનું, જગતમાં પ્રવર્તતા સંબંધોના નિયમ (Law of Relation)નું આજના વિજ્ઞાનને જ્ઞાન નથી. તેથી આટઆટલી સ્થૂલ શોધો થવા છતાં માનવજાતિ અધિક વિહ્વળ, અધિક વ્યગ્ર અને અધિક દુઃખી થઈ રહી છે. છેલ્લા પચીસ ૩૮૮ • ધર્મ અનુપ્રેક્ષા

Loading...

Page Navigation
1 ... 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442