Book Title: Dharm Anupreksha
Author(s): Vajrasenvijay
Publisher: Bhandrankar Prakashan

Previous | Next

Page 403
________________ દેવો પણ ચારિત્રસંપન્ન એવા મહામાનવોના ચરણે નમે છે. દેવોને પણ દુર્લભ સિદ્ધિગતિ–મોક્ષસુખ માત્ર મનુષ્ય મેળવી શકે. કવિ જોક કહે છે કેજો ફિરતે કર સકતે હૈ, કર સકતા ઇન્સાન ભી ! પર ફરિતેસે ન હો, જો કામ હૈ ઇન્સાનકા ! જે દેવો કરી શકે છે, તે પ્રયત્ન કરે તો મનુષ્ય પણ કરી શકે છે. પરંતુ જે મનુષ્ય કરી શકે છે, તે દેવો પણ કરી શકતા નથી. વિરતિ માત્ર મનુષ્ય અંગીકાર કરી શકશે. ત્યાગ માત્ર મનુષ્ય કરી શકશે. સર્વહિતના કાર્યમાં વિશેષ પ્રકારની રતિ, દેઢ પ્રેમ માત્ર મનુષ્ય કરી શકે. માનવ-એક અદ્ભુત આશ્ચર્ય માનવભવ મળે છે તેનો માત્ર એક જ હેતુ છે અને તે મોક્ષ પુરુષાર્થ છે. ધર્મમહાસત્તાનું સર્વહિતનું મહાકાર્ય સક્રિયપણે કરવા માટે જ માનવભવ મળે છે. તે માટેની સર્વ સામગ્રી માનવદેહ અને માનવમનમાં રહેલી છે. અર્વાચીન વિજ્ઞાનમાં જે કંઈ સાધનો શોધાય છે, ભવિષ્યમાં શોધાશે, તે સર્વ “માનવદેહ”માં છે જ. વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ માનવદેહ એક અદ્ભુત યંત્ર છે, આ યંત્રની સંપૂર્ણ રચનાથી આજે આપણે અજાણ છીએ. માનવદેહમાં જે વિસ્મયજનક શક્તિઓ રહેલી છે, તેની આપણને કલ્પનાય નથી. આપણા માટે તો મન:શક્તિનો સામાન્ય પ્રયોગો પણ આશ્ચર્યકારક છે. આત્મશક્તિનું સંપૂર્ણ પ્રાકટ્ય તો એટમયુગના માનવીની કલ્પનાથી પણ પરનું સત્ય છે. ધર્મની ક્રિયા દ્વારા આત્મશક્તિઓ પૂર્ણપણે પ્રગટ થવી માનવદેહ તથા માનવમન દ્વારા જ શક્ય છે. શાસ્ત્રોએ કહેલી માનવભવની મહત્તા પાછળ ઘણું ઊંડું વૈજ્ઞાનિક રહસ્ય સમાયેલું છે. જો સદુપયોગ કરવામાં આવે તો માનવદેહમાં જે કંઈ છે, તે માત્ર મોક્ષપ્રાપ્તિ માટે જ ઉપયોગી બની રહે. મોક્ષની પ્રાપ્તિ માત્ર માનવભવ દ્વારા જ શક્ય છે. (Human Body is the ૩૮૬• ધર્મ અનપેક્ષા

Loading...

Page Navigation
1 ... 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442