________________
એની ઉપર કશું નથી.'
કવિ અહીં માનવજીવનની જે શ્રેષ્ઠતા ગાય છે, તે માત્ર કલ્પના નથી, એક પરમ વૈજ્ઞાનિક સત્ય છે.
સર્વ જીવ સૃષ્ટિમાં માનવી ઉચ્ચ છે. પરંતુ માનવી એટલે માત્ર મનુષ્ય દેહ નહિ. જેનામાં મનુષ્યત્વ છે, તે માનવી.
મનુષ્યદેહ તે માટે દુર્લભ છે કે તે દ્વારા મનુષ્યત્વ પ્રાપ્ત થાય છે. જીવનનું મહત્ત્વ મનુષ્યત્વ પ્રાપ્ત કરવામાં, વિકસાવવામાં છે.
જ્યાં મનુષ્યત્વ છે, માનવતા છે, માર્ગાનુસારીપણું છે, ત્યાં ધર્મ છે અને ધર્મ પ્રગટ્યા પછી જ અધ્યાત્મ પ્રત્યે ગતિ છે.
મનુષ્યદેહ તો એટલા પ્રાપ્ત કર્યા કે જો તેનું રુધિર એકત્ર કરવામાં આવે તો અસંખ્ય સમુદ્રો ભરાઈ જાય. જો હાડકાં ભેગાં કરવામાં આવે તો અસંખ્ય પર્વત જેટલા
ઢગલા થાય.
શાસ્ત્રવચનો કહે છે કે અસંખ્યવાર મનુષ્યદેહ પ્રાપ્ત કર્યા પરંતુ મનુષ્યત્વ કેળવ્યું નહિ, તો ભવભ્રમણનો અંત નથી.
પ્રાચીન કાળમાં એથેન્સ નગરમાં ડાયોજીનિસ ખરે બપોરે હાથમાં સળગતું ફાનસ લઈને સંપૂર્ણ મનુષ્યની શોધમાં નીકળ્યો હતો, પરંતુ તેને એવો એક પણ માણસ મળ્યો
નહોતો.
એક વાર બજારમાં તે ઉચ્ચ સ્વરે પોકારી ઉઠ્યો “હે મનુષ્યો ! મારી વાત સાંભળો.” અને જ્યારે તેની આજુબાજુ એક ટોળું એકઠું થયું ત્યારે તે બોલ્યો કે “મેં તો મનુષ્યોને બોલાવ્યા હતા, કંઈ તેમના પડછાયાને બોલવ્યા નહોતા !”
માનવી સુધરેલું પશુ નથી
મનુષ્યદેહ પ્રાપ્ત કરીને, મનુષ્યત્વ કેળવવાનું છે. કૃતજ્ઞતા અને પરોપકાર, અનુકંપા અને દયા, નમ્રતા અને ઇન્દ્રિજય, પાપભીરુતા અને સૌમ્યતા કેળવવાના છે.
નિરર્થક રીતે જો જીવન વહ્યું જાય તો માનવી અને પશુમાં શો ફેર ?
આજે આપણે સ્થૂલ સાધનોની પ્રાપ્તિથી બાહ્ય જીવનને વધુ સગવડભર્યું. બનાવ્યું છે. આહાર, આરામ અને ભોગનાં સાધનોનો વિસ્તાર વધારતા જઈએ એમાં મનુષ્યત્વ
૩૮૪ • ધર્મ અનુપ્રેક્ષા