________________
only Laboratory for the Sublimation of Soul) માનવદેહમાંની પ્રત્યેક વસ્તુ માત્ર સર્વજીવોના હિતનું મહાન કાર્ય પાર પાડવા માટે જ હોઈ શકે.
મોક્ષ માટેનું સ્ફુટનિક
જો આત્મશુદ્ધિનું લય પામવા માટેનું સ્ફુટનિક યંત્ર માનવદેહ છે, તો આ સ્ફુટનિક યંત્રમાં એક સ્ક્રુ પણ નિરર્થક વધારે-ઓછો ન હોય, ન હોવો જોઈએ, નથી. સૂક્ષ્મ વિચાર ક્ષેત્રના અંતરાલને પ્રાપ્ત કરનાર વિચારશીલ, વિવેકી આરાધક આ પ્રત્યેક સ્ક્રુ (Screw)નો ઉપયોગ કરી શકશે.
માનવભવને સફળ કરવા માટે પ્રત્યેક વ્યક્તિએ પ્રયત્ન કરવો જોઈએ. આવું વિરલ સાધન વેડફાઈ ન જાય, તે માટે આપણે જાગૃત રહેવું જોઈએ.
આ અમૂલ્ય સાધનનો સમ્યક્ ઉપયોગ ન થવાથી ક૨વા યોગ્ય મહાનકાર્ય થતું નથી. જે મહાન કાર્ય પશુ માટે શક્તિ બહારનું છે, જે મહાન કાર્ય દેવોનીય શક્તિ બહારનું છે. સમગ્ર વિશ્વમાં માત્ર માનવી આ મહાન કાર્ય કરી શકશે. માનવીની આ વિશેષતા છે.
જ્યારે આ સત્ય સ્પર્શે છે ત્યારે માનવભવ પ્રાપ્ત થયાની જવાબદારી (Responsibility of being Human) સમજાય છે. પ્રાપ્ત થયેલાં પ્રત્યેક સાધનના સદુપયોગની, સમય સમયની જાગૃતિની અગત્યતા સમજાય છે.
માનવભવ જે મહાન કાર્ય માટે મળ્યો છે તે કાર્ય માટે તેનો ઉપયોગ ન કરવો તે અક્ષમ્ય અપરાધ છે.
સંપૂર્ણ આત્મશુદ્ધિનું કાર્ય ભલે આ એક દેહ દ્વારા ન થાય પરંતુ તે માટેના સીધા કે આડકતરા પ્રયત્નોમાં જ જો આ સાધનનો ઉપયોગ થતો રહેશે, તો ફરીફરીને માનવદેહનું સુયોગ્ય સાધન (more equipped instrument) અવશ્ય પ્રાપ્ત થશે જ.
જે કંઈ પ્રાપ્ત થયું છે, તેનો શ્રેષ્ઠ સદુપયોગ કરનારને વિશેષ પ્રાપ્ત થાય છે, જે કંઈ પ્રાપ્ત થયું છે, તેનો અનુપયોગ કે દુરુપયોગ કરનારને તે ફરી ફરી પ્રાપ્ત થતું નથી. સાધનની સાર્થકતા સાધ્ય માટે તેનો ઉપયોગ કરવામાં છે. માનવભવ આવું અમૂલ્ય, અદ્ભુત, અનન્ય સાધન છે અને તેનું સાધ્ય માત્ર સંપૂર્ણ આત્મશુદ્ધિ—મોક્ષ છે.
(Man only is capable of this Highest good).
ધર્મ અનુપ્રેક્ષા • ૩૮૭