________________
કરવામાં, શુદ્ધ કરવામાં સહાયક થતું.
ત્યારે માનવી પ્રકૃતિની વિશેષ નજીક હતો. આજના વિજ્ઞાનના સાધનોથી માનવી વિકૃતિની વિશેષ નજીક આવ્યો છે અને તેથી વધુ સંસ્કારી નહિ, પણ વધુ વાસનાસક્ત બન્યો છે. વધુ ધાર્મિક નહિ પણ વધુ પૌદ્ગલિક સુખમાં રાચનારો બન્યો છે. શાંત અને સ્થિર નહિ, પણ ચંચળ અને વ્યગ્ર થયો છે.
| વિજ્ઞાનનાં નવાં સાધનોથી આજનો માનવી અભય બન્યો નથી પરંતુ વધુ ભયગ્રસ્ત બન્યો છે.
દિવસે દિવસે વિજ્ઞાનનાં સાધનો વધતાં જાય છે. સામાન્ય માનવીની ધર્મ ઉપરની શ્રદ્ધા ઘટતી જાય છે. નવી કેળવણી લીધેલા વર્ગને જેટલી વિજ્ઞાન ઉપર શ્રદ્ધા છે તેટલી ધર્મ ઉપર નથી. એટમયુગનો માનવી એક ધર્મગુરુના કથનને જેટલું મહત્ત્વ આપે તેથી વિશેષ એક ડૉક્ટરના કે વૈજ્ઞાનિકના કથનને મહત્ત્વ આપે છે. ભૌતિકતાનો મહારોગ
જ્યારે વિજ્ઞાન એકાંગી વિકાસ સાથે છે, ધર્મની ઉપેક્ષા કરે છે, હૃદય કરતાં મસ્તિષ્કને વિશેષ માને છે, ભાવનાની અવગણના કરે છે, ત્યારે હાનિકારક બને છે.
ત્યારે વિજ્ઞાન વિમલજ્ઞાનનું પ્રકાશક નહિ બને. પણ વિકૃતજ્ઞાનની વિગતો જણાવશે.
અર્વાચીન વિજ્ઞાન દ્વારા આવી અનેક વિગતો વહેતી થઈ છે. મનુષ્ય વાનરનો વંશ જ છે.
માનવદેહ કેલ્શિયમ, ફોસ્ફરસ વગેરે પદાર્થોનો સંગ્રહ માત્ર છે. અર્વાચીન વિજ્ઞાન મનુષ્યદેહને પૂર્ણ આત્મપ્રકાશ પ્રાપ્તિ માટેનું સાધન ન માનતાં કેલ્શિયમ વગેરેનો સંગ્રહ માત્ર માને છે.
અર્વાચીન વિજ્ઞાન આપણા જન્મ માટે માતાપિતાને ઉપકારી ન માનતાં તેમના ભોગવિલાસનું પરિણામ માત્ર માને છે.
અર્વાચીન વિજ્ઞાન અનંતગુણમય આત્મદ્રવ્યના અસ્તિત્વને ન માનતાં રાસાયણિક દ્રવ્યોના પરિવર્તનરૂપ માને છે.
એકાંગી બુદ્ધિ વડે આજનું વિજ્ઞાન એકાંગી બન્યું છે. તાત્કાલિક લાભની સ્કૂલ દષ્ટિએ પ્રકૃતિનાં તત્ત્વો પર કાબૂ મેળવવા આજનું વિજ્ઞાન મળે છે. માનવી ઉપર યંત્રોનો કાબૂ વધતો જાય છે અને માનવજીવન પણ યંત્રતુલ્ય બનતું જાય છે.
૩૮૦ ૦ ધર્મ અનુપ્રેક્ષા