________________
| વિજ્ઞાન અને ધર્મ વ્યવહાર જીવનમાં વિજ્ઞાન અને ધર્મ બંને એકબીજાના પૂરક છે. પ્રકૃતિનું સંશોધન એટલે વિજ્ઞાન. જે અભ્યદય અને નિઃશ્રેયસની સિદ્ધિ કરાવે તે ધર્મ.
વિજ્ઞાન-વિશિષ્ટજ્ઞાન એટલે “સ્વ” અને “સર્વ”ના સંબંધ (Relation befween Self and Cosmos)ની સમજણ.
ધર્મ એટલે આવી સમજણના પાયા ઉપર રચાયેલી જીવનના સર્વાગીણસર્વતોભદ્ર વિકાસ માટેની પદ્ધતિ.
વિજ્ઞાન એટલે સમ્યગ્દર્શનપૂર્વકનું વિમલજ્ઞાન. ધર્મ એટલે સમ્યક્યારિત્ર. વિજ્ઞાન અને ધર્મ બંને એકબીજાના પૂરક છે.
વિજ્ઞાનનો સંબંધ મસ્તિષ્ક સાથે છે. ધર્મનો સંબંધ હૃદય સાથે છે. વિજ્ઞાનના પાયામાં સદ્વિચાર અને તર્ક છે. ધર્મના પાયામાં સભ્યશ્રદ્ધા અને ક્રિયા છે.
વિજ્ઞાન દ્વારા વિમલજ્ઞાન પ્રાપ્ત કરીને ધર્મારા સમ્યકક્રિયા આચરીને માનવજીવન સાર્થક કરવાનું છે.
सम्यग्दर्शनशुद्धं यो ज्ञानं विरतिमेव चाप्नोति ।
दुःखनिमित्तमपीदं तेन सुलब्धं भवति जन्म ॥ પૂજય શ્રીઉમાસ્વાતિવાચક કહે છે કે, જે આત્મા સમ્યગ્દર્શનથી શુદ્ધ થયેલા જ્ઞાન અને ચારિત્ર પામી શકે છે, તે આત્મા માટે દુઃખોનું નિમિત્ત છતાં આ જન્મ સફળ છે.
આ જન્મ તો દુઃખોનું નિમિત્ત છે. જો સજ્ઞાન અને ચારિત્ર પ્રાપ્ત ન થઈ શકે તો માનવજન્મ નિષ્ફળ જાણવો.
જીવનની સફળતા સમ્યગ્દર્શનથી શુદ્ધ જ્ઞાન અને વિરતિ પ્રાપ્ત કરવામાં છે. આપણી પ્રવૃત્તિઓ સ્વાર્થની નહિ, પરાર્થની હોય. આપણે દુર્ભાવોનો ક્ષય કરીએ અને સદૂભાવોનું સેવન કરીએ, સર્વહિતનું ચિંતન કરીએ.
સાચું વિજ્ઞાન તથા ધર્મ આ કાર્યમાં સહાયક બની શકે. વિજ્ઞાન અને ધર્મની સીમારેખા
૩૭૮ ધર્મ અનુપ્રેક્ષા