________________
આજે અમને ક્રોધ, માન, માયા તથા લોભની ગ્લાનિ નથી, બુદ્ધિની તીક્ષ્ણતાનો ગર્વ છે. અમે આત્માની ઉપેક્ષા (Neglect of soul) કરી રહ્યા છીએ તેની વેદના નથી, ભોગવિલાસની સુલભ પ્રાપ્તિનું અભિમાન છે.
આજે આપણે ક્યાં ઊભા છીએ? ક્યાં જઈ રહ્યા છીએ? સમય અને શક્તિનો શો સવ્યય થઈ રહ્યો છે? આ સર્વે વિચારણાઓ અતિ અગત્યની છે. હદયની પવિત્રતા
આવી વિચારણાથી સ્પષ્ટ સમજાશે કે આપણે મસ્તિષ્ક અને હૃદય બંનેને કેળવવા પડશે. સમ્યગુ વિચારો અને પવિત્ર ભાવો બંનેના સમન્વય વડે જ સદાચાર પાળી માનવી જીવનનું સાર્થક કરી શકશે.
સાધનામાં હૃદયનું સરલપણું તથા બુદ્ધિનું સ્થિરપણું બંને અગત્યના છે, ઋજુતા તથા પ્રજ્ઞા બંને જોઈએ. વક્ર બુદ્ધિ અને જડ હૃદય વડે માનવજીવન નિષ્ફળ જશે.
બુદ્ધિ વધુ હોય કે ઓછી હોય, તેનું મહત્ત્વ નથી. સમ્યફ બુદ્ધિનું મહત્ત્વ છે બુદ્ધિનું શુદ્ધપણું, સ્વચ્છપણું, અવક્રપણું અગત્યનાં છે.
શુદ્ધ-નિર્મળ બુદ્ધિ બોધનું સાધન બને છે. જ્ઞાનનું સાચું સાધન રાગ-દ્વેષથી નહિ લેપાયેલી બુદ્ધિ બની શકે.
બુદ્ધિની નિર્મળતા લાવવા માટે હૃદય કેળવવું જોઈએ. હૃદયમાં પવિત્રતા પ્રગટાવી જોઈએ. અહંભાવ જવો જોઈએ.
આપણે કહીએ છીએ કે “આ વાત મારી બુદ્ધિમાં ઉતરતી નથી.” આપણે જ્યારે મારી બુદ્ધિ કહીએ છીએ, ત્યારે તેમાં “મારી” વિશેષણ અહંભાવનું સૂચક છે. આપણે તો “મારી” વિશેષણ છોડી દઈને બુદ્ધિ-સમ્યફ બુદ્ધિ શું કહે છે એ વિચાર કરવાનો છે.
આજના એટમયુગમાં પ્રત્યેક શબ્દ સાથે અહંભાવસૂચક અથવા મમત્વસૂચક વિશેષણો લાગેલાં જ હોય છે.
આજે ભાષામાં સર્વથી વિશેષ વપરાશમાં આવતાં વિશેષણ “હું” અને “મારું” છે. માત્ર “હું”નો વિચાર કેટલો ઘાતક છે, તે ઘાતક અણુશસ્ત્રોના આ યુગમાં શી રીતે સમજાશે ?
કયા માર્ગે ? સમ્યગુ-બુદ્ધિ અગ્નિના તણખા તુલ્ય છે. અગ્નિનો એક તણખો રૂના ઢગલાને
૩૭૬ • ધર્મ અનપેક્ષા