Book Title: Dharm Anupreksha
Author(s): Vajrasenvijay
Publisher: Bhandrankar Prakashan

Previous | Next

Page 362
________________ નિશ્ચય અને વ્યવહારનું રહસ્ય (ટુંકા છતાં ચોટદાર આ સંવાદમાં નિશ્ચય અને વ્યવહારના આલંબન વડે આત્મહિત સાધવાની વાત રજૂ કરવામાં આવી છે. સં.) આ સંસારમાં જરા, રોગ, મરણ, દુર્જનતા, કુરૂપતા, દરિદ્રતા અને દૌર્ભાગ્ય એ સાત વિષતત્ત્વો સર્વત્ર પ્રસરેલાં દેખાય છે. આ બધાં વિષતત્ત્વો અધર્મરૂપ કારણમાંથી ઉત્પન્ન થાય છે અને લોકમાં અનેક પ્રકારનાં દુ:ખો ફેલાવે છે. અહીં સાત અમૃતતત્ત્વો પણ છે તેમનાં નામ છે : યૌવન, નિરોગતા, જીવન, સૌજન્ય, સુરૂપતા, ઐશ્વર્ય અને સુભગતા. આ બધાંને અહીં અમૃતતત્ત્વ એટલા માટે કહ્યાં છે કે તેઓ ધર્મરૂપ સ્વકારણમાંથી ઉત્પન્ન થાય છે અને પ્રાણીઓને સુખ આપે છે. આ બધાં અમૃતતત્ત્વોમાં પ્રધાન ‘સૌજન્ય' તત્ત્વ છે. એ જ્યાં હોય ત્યાં ધૈર્ય, ગંભીરતા, વિનય, નમ્રતા, સ્થિરતા, પ્રિયવચન, પરોપકાર, ઉદારતા, દાક્ષિણ્ય, કૃતજ્ઞતા, પાપજુગુપ્સા, નિર્મળ પ્રજ્ઞા, જનપ્રિયતા વગેરે અનેક અમૃતગુણો સ્વયમેવ સમુપસ્થિત થાય છે. સૌજન્ય તત્ત્વ સાથે એ બધાનો અવિનાભાવ છે. એટલે કે સૌજન્ય એમના વિના ન રહે અને એઓ સૌજન્ય વિના ન રહે. આજે આપણને લોકમાં જે કાંઈ પણ સુવ્યવસ્થા દેખાય છે, તેનું મૂળ કારણ પણ સૌજન્ય છે. લોકોનાં હૃદયમાં રહેલું એ સૌજન્ય જ તેમનાં મનને અમૃતમય બનાવે છે, લોકોમાં અરસ-પરસ પ્રેમ, વિશ્વાસ વગેરેને જન્માવે છે અને એ રીતે લોકની મર્યાદાઓને ધારણ કરી રાખે છે. આ તો પ્રસ્તુત લેખની પૂર્વભૂમિ થઈ. હવે પ્રકર્ષ અને વિમર્શ એ બે વ્યક્તિઓના સંવાદ વડે નિશ્ચય અને વ્યવહારના રહસ્યને સ્પષ્ટ કરવા યત્કિંચિત્ પ્રયાસ કરવામાં આવે છે : પ્રકર્ષ :- “ઉપર જે સાત વિષતત્ત્વો કહ્યાં છે, તેમના પ્રસારને કોઈ રોકી શકે કે નહિ ?” વિમર્શ ઃ- “એ સાત વિષતત્ત્વોને રોકવા માટે જગતમાં કોઈ પણ સમર્થ નથી, તેથી એ તત્ત્વો પોતાનું કાર્ય સર્વત્ર નિરંકુશપણે કરતા રહે છે.” પ્રકર્ષ :- “ત્યારે એ વિષતત્ત્વોને દૂર કરવા માટે કોઈ પણ પ્રાણીએ ઉપાય ન જ કરવો ?’ ધર્મ અનુપ્રેક્ષા ૦ ૩૪૫

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442