________________
જીવોમાં રહેલી. મહા એટલે મહનીય-પૂજાને પાત્ર. દેવેન્દ્રો પણ શ્રુતજ્ઞાની શ્રીગણધરાદિને પૂજે છે. શ્રુતજ્ઞાનની પ્રધાનતાવાળી. * (૯) મહાનુભાવ એટલે મહાનુભાવા–મહાપ્રભાવવાળી, મહાસામર્થ્યયુક્ત હોવાથી આવી આજ્ઞાના પ્રભાવે યાવતુ ચૌદપૂર્વીઓ આ લોકમાં પણ સર્વલબ્ધિસંપન્ન બને છે અને પરલોકમાં જઘન્યથી વૈમાનિક દેવગતિ અને ઉત્કૃષ્ટ સર્વાર્થસિદ્ધ વિમાન કે સિદ્ધિને પામે છે.
(૧૦) મહાવિસ એટલે મહાવિષયા. જિનાજ્ઞાનો વિષય સર્વ દ્રવ્યો હોવાથી તેને સર્વવિષયા કે મહાન એટલે મોક્ષપ્રધાન પુરુષાર્થને વિષય કરનારી એટલે મુખ્યપણે મોક્ષને જ ઉપાદેય જણાવી તેને જ મેળવી આપનારી.
આત્માની શક્તિને સારી પેઠે ઢંઢોળનારાં આ લેખમાંના દશ વિશેષણોમાં પુણ્યશાળી આત્માઓને ખૂબ-ખૂબ રમણતા પ્રાપ્ત થાઓ !
ક્રોધને જીતવાનો ઉપાય
ક્રોધને જીતવાનો ઉપાય સાકર છે. એક ગાંગડો પોતે ખાવો અને એક સામાને ખવડાવવો. તેથી બંનેના મોઢા સાકરની મીઠાશ ચાખવા માટે બંધ થઈ જશે અને | ક્રોધની લાગણીનો આવેશ શમી જશે. - - આધ્યાત્મિક અર્થમાં સાકર તે પ્રેમના સ્થાને છે. પ્રેમનો એક શબ્દ બોલવાથી
અને સામાને સાંભળવાથી ક્રોધાતુવિષ્ટનું મુખ અને મન તેનો સ્વાદ ચાખવામાં, તેનું T સ્મરણ કરવામાં તેનો આધ્યાત્મિક આસ્વાદ લેવામાં લીન થઈ જશે અને ક્રોધાવેશની
લાગણીઓ આપોઆપ શાંત થઈ જશે.
રત્નત્રયીનો પ્રભાવ
જ્ઞાન મંગળ છે, દર્શન ઉત્તમ છે, ચારિત્ર શરણ છે. જ્ઞાનથી રાગ જાય છે, તેથી સ્વદોષ દર્શન થાય છે. દર્શનથી ષ જાય છે, તેથી પરગુણ દર્શન થાય છે. ચારિત્રથી મોહ જાય છે, તેથી પ્રભુની આજ્ઞા રૂડી રીતે પળાય છે.
ધર્મ અનુપ્રેક્ષા • ૩૬૩