________________
જે ચીલે ચાલીને શેઠ સુદર્શને પોતાનું શ્રેય સાધ્યું. શ્રીપાળ–કુંવરે ઈષ્ટફલ સિદ્ધ કર્યું. અમરકુમારે સાચી અમરતા વરી.
પરમેષ્ઠિ ભગવંતોના સામે શરણાર્થી બની, સર્વસ્વ તેમને સોંપી દઈ નિઃશંક બની પોતાને હળવા બનાવી દીધા.
અરે, ભાઈ ? બોલ તો ખરો ! તારે ભારે બનવું છે કે હળવા ? તું જ વિચાર કર. ભાવનાના દીપકો પ્રગટાવ. અને, ભવના ફેરા ઘટાડી દે.
ઘણું ફર્યો, હવે વિશ્રામ કરી લે એ પરમેષ્ઠિઓની સુંવાળી ગોદમાં, એમની ગોદમાં ગયા પછી હળવાશનો અનુભવ થશે.
ભાવનાના દીવડા પ્રગટશે એ પરમેષ્ટિઓના પરમોત્કૃષ્ટ આલંબનથી. અને ત્યારે જ ભવની સાંકળીની આંકડીઓ વિખેરાઈ જશે. અરે! એ સાંકળીઓ ફક્ત નામશેષ જ થઈ જશે.
તારો પુરુષાર્થ, તારું પરિબળ, અને તારી શક્તિને જગાવશે એ પરમેષ્ઠિ ભગવંતોનો સુખદ આશ્રય.
એવા ઉપકારીઓની પ્રશંસા કરતાં તારી જિલ્લા થોભવી ન જોઈએ. એ પરમેષ્ઠિઓના જ ગીત ગા. માથે ચડેલ એમના ઋણને ચૂકવવા ઉદ્યમ કર.
એ માગનાર નથી, આપનારા જ છે. છતાં તારી સભ્યતાનો પરિચય તારે જ આપવાનો છે.
ધર્મ અનુપ્રેક્ષા ૩૬૯