________________
(૨) વિશેષનિપુણમતિ વસ્તુના તત્ત્વને ખેંચવાની બુદ્ધિ, બુદ્ધિના આઠ ગુણવાળી મતિ તે વિશેષનિપુણ મતિ કહેવાય.
(૩) ન્યાયમાર્ગરતિ મને સુખ વહાલું છે ને દુઃખ અનિષ્ટ છે, તેમ સર્વને છે. એમ સમજી વર્તન કરવું તે. આવો માણસ કોઈને દ્રોહ કે અન્યાય કરી શકશે નહિ. જે મિત્ર દ્રોહ કે સ્વામીદ્રોહાદિથી અટક્યો નથી તે ધર્મદ્રોહથી શી રીતે અટકી શકશે ? આ ન્યાયમાર્ગરતિ ગુણ છે.
(૪) દઢનિજવચન સ્થિતિ એટલે બોલેલું ફરી જવું નહિ–એકવચનીપણું તે દૃઢનિજવચન સ્થિતિ–દઢ પ્રતિજ્ઞપણું.
જે માનવમાં ભદ્રક પ્રકૃતિપણું, વિશેષ નિપુણપતિપણું અને ન્યાયમાર્ગરતિપણું એમ ત્રણ ગુણ નથી તે કેવળ કદાગ્રહી, મૂઢ અને અન્યાયી હોવાથી શ્રાવકધર્મ પામવા લાયક નથી. આ ત્રણ ગુણ હોય તો પામી શકે પણ દઢપ્રતિજ્ઞા નામનો ચોથો ગુણ ન હોય તો તે કદાચ શ્રાવકધર્મ અંગીકાર કરે તો પણ જેમ વાંદરાના ગળામાં પહેરાવેલો હાર કદી ટકી શકતો નથી, તેમ તે માણસ માવજીવ ધર્મ પાળી શકતો નથી.
ભદ્રક પરિણતિ સમ્યગ્દર્શનગુણનું મૂળ છે. વિશેષ નિપુણમતિ સમ્યજ્ઞાનગુણનું મૂળ છે. '
ન્યાયમાર્ગરતિ સમ્યક્યારિત્રગુણનું મૂળ છે. દઢ નિજવચન સ્થિતિ સમ્યફ તપગુણનું મૂળ છે.
ધર્મનો પ્રારંભ સમ્યગ્દર્શનથી થાય છે. તે સિવાયનો ધર્મ મુક્તિ આપનાર નથી. એવો ધર્મ તો જીવે અનંતીવાર કર્યો, પણ મુક્તિ થઈ નહિ માટે તે સાચો ધર્મ જ નહોતો. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ શી રીતે છે, તે જાણવા જેવી છે. મંદ મિથ્યાદર્શન હોય તેને આ ચાર ગુણ કે શ્રાવકના ૨૧ ગુણ કે માર્ગાનુસારિના પાંત્રીશ ગુણ હોઈ શકે. આ ચાર ગુણ સિવાય ધર્મરત્ન મળે નહિ. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ સંપૂર્ણ ખીલે છે ત્યારે ધર્મની પૂર્ણાહુતિ છે. ભદ્રક પરિણતિ આદિ ચાર ગુણથી ધર્મનો વાસ્તવ પ્રારંભ થાય છે, તેમ કહી શકાય. કારણ કે તે સમ્યગ્દર્શનાદિના કારણો છે. સૌ વાસ્તવ ધર્મ પ્રારંભી આત્મકલ્યાણ પામો એ જ એક મંગલકામના.
૩૬૬ • ધર્મ અનુપ્રેક્ષા