________________
ધર્મનો વાસ્તવિક પ્રારંભ કેવી રીતે ?
પ.પૂ. મુનિરાજ શ્રીમહાપ્રભવિજયજી મહારાજ
(અહીં, ધર્મ પામવા અને પાળવાની લાયકાતના આધારભૂત ભદ્રપ્રકૃતિ આદિ ચાર ગુણોનું મનનીય નિરૂપણ કરવામાં આવ્યું છે. સં.)
સંસારના અનંતા પ્રવાસોમાં દુ:ખો ભોગવ્યાં તેમ સુખ પણ ચિરકાળ અનેક વખત દેવ અને માનવભવમાં ભોગવ્યાં પણ કલ્યાણનો પંથ સમજાયો નથી, સમજાયો હોય તો જચ્યો નથી, અને જચ્યો હોય તો જીવનમાં ઉતાર્યો નથી.
સુખની પ્રાપ્તિ અને દુઃખના નાશ માટે જગતની ચોમેર સતત પ્રવૃત્તિઓ ચાલી રહી છે, છતાં સુખનું સ્વપ્ન પણ આજે દૂર-સુદૂર બની રહ્યું છે. આ સ્થિતિનું કારણ એ છે કે વાસ્તવિક સુખના સ્વરૂપની કે તેના સાચા સાધનોની પીછાન થઈ નથી.
અખંડ-અનંત અને સ્વાધીન તે જ સાચું સુખ છે. તેના સાધન લાડી-વાડી-ગાડીદેહ-સંપત્તિ કે સ્નેહી નથી પણ સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્ર છે. આ રત્નત્રયી જ અભીષ્ટ સાચા સુખ માટે ખરેખર એકાંત અને આત્યંતિક સાધન છે.
પરમપદની પ્રાપ્તિના ચાર દુર્લભ સાધનોમાં માનવપણાનો પ્રથમ નંબર છે. તે માનવતાના અભાવમાં અન્ય ત્રણ (ધર્મશ્રવણ-શ્રદ્ધા-સંયમમાં ઉદ્યમ) સાધનો અપ્રાપ્ય જ બને છે. નરકમાં ધકેલનાર કે મોક્ષમાં મોકલનાર મનુષ્યપણું છે. તેનો સદુપયોગ મોક્ષ આપી શકે છે. જ્યારે તેનો દુરુપયોગ તો નકાદિ અધઃપતનનું જ કારણ બને છે.
सद्वृत्तणस्स जुग्गो, भट्टगपगई विसनिपुणमई । नयमग्गर तह दढ - नियवयणठिई विणिदिट्ठो
માનવજીવનમાં ધર્મની સાધના માટે ઉપર્યુક્ત શ્લોકમાં બતાવેલા ચાર ગુણ પ્રધાન ભાગ ભજવે છે. આ ગુણના અભાવમાં માનવ વાસ્તવ ધર્માનુષ્ઠાન કરી શકતો નથી. આ ચાર ગુણોને પામેલ આત્મા સુગુરુ આદિ સામગ્રીના યોગે સમકિત આદિ પામી શ્રાવક ધર્મ પામવા અને પાળવા લાયક બની પરંપરાએ મોક્ષ પામે છે.
તે ચાર ગુણો તે ભદ્રકપ્રકૃતિપણું, વિશેષનિપુણમતિપણું, ન્યાયમાર્ગરતિપણું અને દૃઢનિજપ્રતિજ્ઞપણું છે.
(૧) ભદ્રકપ્રકૃતિ એટલે સાચું તે મારું એવી માન્યતા. કોઈ વાતમાં પક્ષપાત ન ૩૬૪ • ધર્મ અનુપ્રેક્ષા