________________
રાખતાં મધ્યસ્થ રહે. કોઈ સમજાવનાર મળે તો પોતાની થતી ભૂલ છોડી દે. અને તેથી તે કદાગ્રહ પકડે નહિ.
“રાગી, દ્વેષી, મૂઢ અને વ્યુાહિત,” આ ચાર પ્રકારના આત્મા ધર્મ પામવા લાયક નથી. રાગી દોષ દેખી શકતો નથી, દ્વેષી ગુણ દેખી શકવા અસમર્થ છે, મૂઢ દોષ કે ગુણ બન્ને દેખી શકતો નથી અને વ્યુાહિત એટલે ઉંધુ સમજાવેલો હોઈ વિશ્વાસુપણાથી કે સ્વતંત્રપણાથી કંઈ વિચાર ન કરી શકે. આ કારણે આ ચાર પ્રકારના આત્મા ધર્મ પામી શકતા નથી. એવા જે ન હોય તે ભદ્રકપ્રકૃતિ હોય—મધ્યસ્થ હોય તે
ધર્મ પામી શકે છે.
ભુવનભાનુ કેવલીનો જીવ પૂર્વભવમાં વિશ્વસેન નામનો રાજપુત હતો, જે દૃષ્ટિરાગી હતો. તે ત્રિદંડીનો ભક્ત થયો. તેને જૈનગુરુએ ઘણી મહેનતે પ્રતિબોધી અંગીકાર કરેલા સમકિતમાં દૃઢ કર્યો તો પણ પૂર્વપરિચિત ત્રિદંડીના વચનથી પુનઃ દૃષ્ટિરાગનો ઉદય થતાં પામેલ સમકિત વમી અનંતાકાળ સુધી સંસારમાં રખડ્યો.
ધર્મદ્વેષી વરાહમિહિર જે ભદ્રબાહુસ્વામીના મોટા ભાઈ હોવા છતાં પ્રતિબોધ ન પામતા ભવમાં ભમ્યા.
મૂઢ આત્મા ગુરુવચનનો ભાવાર્થ જાણી શકતો નથી. અલમસ્ત માણસ ભીખ માટે નીકળેલ છે. મૂર્ખ છે. તેને એક પટેલે ખાવાનું આપી કહ્યું કે તું મારે ત્યાં કામ કરે તો રોજ આવું સારું ખાવાનું આપું. પેલો કહે ‘મને કંઈ આવડતું નથી' ત્યારે પટેલે કહ્યું “હું કરું તેમ તારે કરવું.” પેલાએ હા પાડી કામ કરવા રહ્યો. પટેલે પોતાને માથે છાણનો ટોપલો લીધો ને પેલાને માથે પાણીથી ભરેલો માટીનો ઘડો મૂક્યો. બન્ને ખેતરે ગયા. પટેલે માથેથી ટોપલો જમીન ઉપર નાખ્યો તો તે જોઈ પેલાએ ઘડો જમીન ઉપ૨ નાખ્યો. ને ફોડ્યો. પટેલ કહે શું કર્યું ? ત્યારે પેલો કહે તમે શું કર્યું ? પટેલ એને મારે છે તો પેલો પટેલને મારે છે. એમ મોટું તોફાન થઈ પડ્યું ને મૂર્ખે કાંઈ સમજ્યો નહિ.
સોનાથી વ્યુાહિત થયેલા આહીરે સોની પાસે સોનાનું કડું કરાવરાવ્યું. ચોકસીએ કહ્યું પિત્તળનું છે છતાં ન માન્યું ને ઠગાયો.
આ રાગદ્વેષાદિ ચાર દોષથી રહિત આત્મા ભદ્રક પ્રકૃતિવાળો હોય તે બોધ પામી શકે છે. જેમ અનાર્યદેશનો આર્દ્રકુમાર જે અભયકુમારે મોકલેલ પ્રતિમા દ્વારા મધ્યસ્થપણાથી બોધ પામ્યા.
ધર્મ અનુપ્રેક્ષા ૦ ૩૬૫