________________
‘શુભવીર્ય તિહાં સુવિહિત કિરિયા દેખા દેખે વાધે રે’
પંચપરમેષ્ઠિ સ્મરણાદિ સુવિહિત ક્રિયામાં મંદ પડેલો ઉલ્લાસ,—બધાને સાથે ગણતાં દેખીને વૃદ્ધિ પામે છે. શ્રીજૈનસંઘમાં નવકારનું સ્થાન અતિ ગૌરવવાળું છે. માટે જ પ્રત્યેક કાર્યની શરૂઆતમાં, મધ્યમાં કે અંતમાં નવકાર ગણવાનું વિધાન છે. વ્યાખ્યાનનો પ્રારંભ જેમ નવકા૨થી થાય છે, તેમ તેનો અંત પણ નવકાર ગણવાપૂર્વક કરવામાં આવે, તો તે મંગળની વૃદ્ધિ માટે જ થાય છે. મોટા અનુષ્ઠાનો અને મહાપૂજાઓમાં શાંતિ અર્થે અને સંઘની સમાધિ માટે નવસ્મરણ, ઋષિમંડળ આદિસ્તોત્રો વડે પરાપૂર્વથી મંગળ કરવાનો રિવાજ ચાલુ છે અને એવી જરૂર દેખાય તો સંઘની શાંતિ અને સમાધિ માટે આથી પણ વધુ મંગળ કરી શકાય છે.
ચારિત્ર ગુણનું મૂળ
ચારિત્ર ગુણનું મૂળ સ્નેહ પરિણામ છે અને તે સમસ્ત જીવરાશિ પ્રત્યે પ્રગટાવવાથી જ સમ્યક્ દૃષ્ટિ જીવને સર્વવિરતિનો તીવ્ર અભિલાષા જાગે છે.
જીવરાશિ પ્રત્યે આત્મતુલ્ય સ્નેહ પરિણામથી શૂન્ય ચારિત્ર તો અભવ્યને પણ અનંતવાર આવે છે. તેનું કશું મૂલ્ય નથી અને વિશેષ ચર્ચા શ્રી ઉપદેશપદાદિ ગ્રંથોમાં છે.
સાધુ અને શ્રાવક
સર્વ જીવોને અભયદાન દેવાની જેને અભિલાષા નથી, તેનામાં સમિત કે દેશવિરતીના પરિણામ નથી.
સાધુ છે.
જે સર્વને અભયદાન દેતો નથી, તે સર્વવિરતી ગુણસ્થાનકને પામેલો નથી. સર્વને ‘અભય' દેવાની અભિલાષાવાળો શ્રાવક છે અને અભયને દેનારો
ધર્મ અનુપ્રેક્ષા ૦ ૩૬૧