________________
પહોંચે છે ત્યાં સુધી મલીન રાગ અને દુષ્ટ દ્વેષની બેડીઓમાંથી જીવ મુક્ત નહિ બને.
શુદ્ધ ચૈતન્યની અવગણના કરીને નારિયેળને માંગલિક માનનાર કેવો અજ્ઞાની કહેવાય?
શુદ્ધ ચૈતન્યનું બહુમાન કરનાર આત્માને માટે સમસ્ત વિશ્વ માંગલિક બની જવાનું !
ગુણાનુરાગી પગ ઉપર ગુમડાં દેખાતાં હોય, હાથ પર ચાઠાં દેખાતાં હોય...પરંતુ મુખનું સૌન્દર્ય અદ્ભુત હોય, તો તમે શું જોવાના ? ગુમડાં અને ચાઠાં જોઈને ધૃણા કરવાના કે સુંદર મુખ જોઈને આકર્ષાઈ જવાના?
એમ આત્મામાં ક્રોધ...માન...માયા...લોભ વગેરે દોષો દેખાતા હોય...પરંતુ સેવા, પરોપકાર વગેરે કોઈ ગુણ અદ્ભુત હોય તો તમે શું જોવાના ! એ અદ્ભુત ગુણ જોઈને આકર્ષી જવાના ખરા ? કે દોષનાં ગુમડાં જોઈને ધૃણા કરવાના?
દેહનો એકાદ ગુણરૂપ, ઘાટ, બાંધો..જોઈને પણ રાગ થાય છે તેમ આત્માનો એકાદ ગુણ, ક્ષમા, નમ્રતા, સેવા, પરોપકાર જોઈને આપણને અનુરાગ થવો જોઈએ. તો આપણે ગુણાનુરાગી કહેવાઈએ. અને વ્યક્તિનો એકાદ ગુણ પણ આપણને આકર્ષનારો બનશે, પછી એના દોષો જોઈ તિરસ્કાર કે ધૃણા નહિ જાગે, પરંતુ એના દોષોને દૂર કરવાની કરુણા જાગશે. ગુણાનુરાગ અને કરુણા જાગશે. ગુણાનુરાગ અને કરુણા પ્રગટ્યા પછી એના દોષો બીજાને કહેવાની અધમતા રહે જ ક્યાંથી ?
ધર્મનું આદિ પદ ધર્મનું પ્રથમ સોપાન દાન છે. દાનમાં અભયદાન શ્રેષ્ઠ છે.
અભયદાનનું મૂળ પણ અનુકંપા છે. તેથી ધર્મની આદિમાં અનુકંપાપરતા હોવી જોઈએ.
અનુકંપાપરતા એટલે દુઃખીના દુઃખને જોઈને હૃદયમાં લાગતો આંચકો ! ધરતીકંપ ધરતીને ધ્રુજાવે છે, તેમ પરનું દુઃખ હૃદયમાં ધ્રુજારી પેદા કરે, ત્યારે એ હૃદયમાં દયાનો વાસ હોવાની સાબિતી સાંપડે છે !
ધર્મ અનુપ્રેક્ષા • ૩૫૯