________________
| દિવ્ય ટેલિફોન તમારે શું જોઈએ છે? ગુણો ને ? જાઓ, શ્રીપરમેષ્ઠિ ભગવંતોની દુકાને તે મળશે, શું તમે ચાલવા અસમર્થ છો? કંઈ વાંધો નહિ. તમે ટેલિફોન કરો ને !
તમે જાણો છો એ દિવ્ય ટેલિફોન કયો છે ? શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોનું નામસ્મરણ...ધ્યાન...એ ટેલિફોન છે, એના દ્વારા તમે કલાકો સુધી પેટ ભરીને વાતચીત કરી શકશો.
અરે, જ્યારે મુશ્કેલી આવે, મુંઝવણમાં પડો ત્યારે સીધો આ ટેલિફોન હાથમાં લેવો !
શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોની દુકાન એટલે ગુણોની દુકાન છે. એમની દુકાને આપણે જઈએ છતાં ગુણો લીધા વિના પાછા વળીએ તે તો કેટલી બધી મૂર્ખાઈ કહેવાય!
મિઠાઈવાળાની દુકાને જાઓ...કહીને કે “હું મિઠાઈવાળાની દુકાને જાઉં છું...” અને ઘેર પાછા આવો... હાથ હલાવતા, ત્યારે ઘરમાંથી પ્રશ્ન થાય ને, કે મિઠાઈવાળાના ત્યાં જવું તમારું વ્યર્થ છે...
આપણે પરમાત્માના મંદિરે રોજ જઈએ છીએ ને ? ઘરે કોઈ પ્રશ્ન પૂછનાર છે ? માંગલિક દૃષ્ટિ નારિયેળને આપણે મંગલ માનીએ છીએ.
ઘણાં છોતરાં અને કાચલા હોવા છતાં નારિયેળ પ્રત્યે આપણી દૃષ્ટિ માંગલિક રહે છે ! એનાં છોતરાં અને કાચલાના રક્ષણ તળે રહેલા ટોપરા અને પાણી પર આપણી નજર ઠરે છે.
ત્યારે જીવાત્મા પ્રત્યે આપણી દૃષ્ટિ કેવી ? જીવાત્માના દર્શન આપણને માંગલિક લાગે છે ?
દોષો ને દુર્ગુણોનાં છોતરાં તથા કાચબાની નીચે દબાયેલા શુદ્ધ ચૈતન્ય તરફ આપણી દૃષ્ટિ જાય છે.
અને જ્યાં સુધી શુદ્ધ ચૈતન્ય પ્રત્યેનો અનુરાગ ઉદ્ભવે નહિ ત્યાં સુધી એક જીવ બીજા જીવને વિશુદ્ધ પ્રેમનું અર્પણ નહિ કરી શકે. ચામડાં અને હાડકાં સુધી જ દૃષ્ટિ
૩૫૮ • ધર્મ અનુપ્રેક્ષા