________________
આવ્યા પણ ખરા. પરંતુ એમને એક મેલા-ઘેલા ઓરડામાં ઉતારો આપો...જે તે ખાવાનું-પીવાનું આપો, એમની સાથે શાંતિથી બેસીને વાત પણ ન કરો તો શું પરિણામ આવે ?
એમ, તમે શ્રીનવકારવાળી (માળા) હાથમાં લીધી એટલે પરમાત્માને તમારે ઘેર આમંત્રણ આપ્યું. પણ તેમને મેલા-ગંદા મનના ઓરડામાં ઉતારો આપ્યો...ઉતારો આપીને તેમની સાથે વર્તવ કેવો રાખ્યો ?
શું માળા હાથમાં લઈ, જે તે વિચારો કરો, તેમાં આમંત્રિત પરમપુરુષ પરમાત્માનું અપમાન નથી થતું ? અને એવું અપમાન કરીને એ પરમપુરુષ પાસેથી કલ્યાણની આશા રાખો છો ?
ભગવંતની મૂર્તિને જેમ પવિત્ર ભૂમિ ૫૨ સ્થાપન કરો છો તેમ ભગવંતના નામને પણ પવિત્ર મનોમંદિરમાં સ્થાપન કરવું જોઈએ અશુદ્ધ અને મલીન ભૂમિ પર મૂર્તિની સ્થાપના કરવાથી આશાતના થાય તેમ મલીન મનમાં નામનું સ્થાપન કરવાથી આશાતના થાય છે, એ વિચાર આવે છે ? પછી મન શુદ્ધ શાથી થાય ?
ગુણને શોધો
સૂર્ય અને ચંદ્રની હાજરી હોય એટલે માણસનો પડછાયો પડવાનો જ, અને એવા પડછાયા તમે જોયા છે ને ? પણ શું પડછાયાની તમે ગણના કરો છો ? પાંચ માણસ તમારા ઘેર આવ્યા, તો શું તમે દસની રસોઈ કરાવવાના ?
બસ ! કર્મોની હાજરી જ્યાં સુધી છે, ત્યાં સુધી મનુષ્યમાં દોષો દેખાવાના જ. પણ. તે દોષોની આપણે ખૂબ ગણના કરીએ છીએ. દોષના માપે આપણે માણસનું માપ કાઢીએ છીએ.
પણ, પડછાયો કાળો હોય તેથી શું માણસ કાળો હોય ? ધોળા માણસનોય પડછાયો તો કાળો જ હોય એમ શું ગુણીયલ માણસમાં દોષ ન હોય ? દોષ હોય તેથી શું સંપૂર્ણ મનુષ્ય દોષિત બની જાય ?
અરે, કાળો પડછાયો જોયો, એટલે કોઈ ગુલાબી મનુષ્ય હોય જ, એવો આપણે નિર્ણય કરીએ છીએ, તેમ દોષ દેખાય એટલે ગુણ હોવો જ જોઈએ એમ નિર્ણય કરવો જોઈએ.
દોષ હોય ત્યાં ગુણ હોવાનો જ. દોષ જોઈને અટકી ન જાવ, ગુણની શોધ કરો. ગુણની ગણના કરો અને ગુણના આધારે માણસનું માપ કાઢો.
ધર્મ અનુપ્રેક્ષા ૦ ૩૫૭