________________
દ્રોણાચાર્યે ભલે એકલવ્યનું શુભ ન ચિંતનું પણ એકલવ્ય તો જંગલમાં જઈને આ જ વિચાર્યું–“દ્રોણાચાર્ય ગુરુ મારું શુભ જ ચિંતવી રહ્યા છે...એમના શુભ આશીર્વાદથી જ હું બાણાવળી બનીશ.” તો એ વિચારે એકલવ્યનું કેવું મહાન શુભ કર્યું?
બીજાઓના શુભ ભાવો મારા પર વરસી રહ્યા છે...” આ વિચારથી વિશ્વના જીવાત્માઓ પ્રત્યે મૈત્રી. પ્રેમ અને સ્નેહ છલકાશે અને તો જ બીજા પર આપણા શુભ ભાવોની અસર નિપજાવવાની શક્તિ આપણે પ્રાપ્ત કરીશું.
સદ્ધોધ-સુધા માતૃહૃદય માતાને બે બાળકો છે. એક છે તંદુરસ્ત બીજો છે નાદુરસ્ત.
માતૃહૃદય નાદુરસ્ત-બિમાર પુત્ર પ્રત્યે અધિક કરુણ બનવાનું. અધિક સંભાળ રાખનારું બનવાનું. એના પ્રત્યે તિરસ્કારવાળું કે ધિક્કારવાળું નહિ.
એમ સાધુહૃદય એટલે માતૃહૃદય છે.
જગતના દોષિત આત્માઓ પ્રત્યે એમનું હૃદય કરુણાભીનું હોય. દોષિત આત્માઓ અંગે તેઓ સદૈવ ચિંતાતુર રહે છે. દોષિત પ્રત્યે તેમના હૈયામાં ધિક્કાર કે તિરસ્કાર ન હોય.
રોગી માણસોની ત્રણ કક્ષા પાડી શકાય. (૧) પોતાના રોગની ભયંકરતા સમજીને તેને દૂર કરવા તૈયાર થનાર. (૨) રોગની ભયંકરતા સાંભળતાં હતાશ થઈ જનાર. (૩) રોગની ભયંકરતા બતાવનાર પ્રત્યે તિરસ્કાર બતાવનાર.
દોષિત આત્માઓ પણ આ ત્રણ કક્ષાના કહી શકાય. આપણે એની કક્ષાનો વિચાર કરીને પછી એ દૂર કરવાનો ઉપાય શોધવો જોઈએ. પણ એ માટે માતૃહૃદય જોઈએ.
વિચાર કરો તમે દેશના કોઈ મહાન નેતાને તમારે ઘેર આમંત્રણ આપ્યું. દેશનેતા તમારે ઘેર
૩૫૬ • ધર્મ અનુપ્રેક્ષા