________________
છે, તેથી અહીં કાંઈ પણ કર્યા વિના બેસી રહેવું તે શ્રેયસ્કર નથી, કારણ કે વ્યવહારથી તો પુરુષની પ્રવૃત્તિ હિતના સંપાદનમાં કે અહિતને અટકાવવામાં સમર્થ છે.”
“એ જ વસ્તુને નિશ્ચયથી વિચારીએ તો પ્રત્યેક કાર્ય પોતાનાં સર્વ કારણોનાં સમ્યક્ પરિણમનથી જ સાધ્ય છે—થાય છે, તેથી જ્યારે ધાર્યા કરતાં જુદું પરિણામ આવે ત્યારે પુરુષે હર્ષ કે શોક કરવો નહિ. તે વખતે તેણે નિશ્ચયના અભિપ્રાયનું આલંબન લેવું અને આ કાર્ય આવી જ રીતે થવાનું હતું, વગેરે ભાવના વડે મધ્યસ્થભાવ ધારણ કરવો. એ વખતે તેણે એવું ન વિચારવું કે જો મેં અમુક રીતિએ કાર્ય કર્યું હોત તો આવું પરિણામ ન જ આવત, કારણ કે અવશ્ય થનાર કાર્યને કોણ ફેરવી શકે ?”
“નિશ્ચય દૃષ્ટિથી જોતાં આ વિશ્વમાં બનવાની અને બનતાં અંતરંગ અને બાહ્ય કાર્યોની પર્યાયમાળા નિયત છે અને નિયત એવી કારણ—સામગ્રીથી ઉત્પન્ન થનારી છે. તે પર્યાયમાળા તેવી જ રીતે સર્વકાળ માટે સર્વ સર્વજ્ઞોના જ્ઞાનનો વિષય પણ બને છે. અર્થાત્ વિશિષ્ટ નિયતિ મુજબ સર્વ કાર્યપરિણામો તે તે કાળે અવશ્ય બન્યા જ કરે છે. સર્વજ્ઞ ભગવંતોએ એ કાર્યપર્યાયમાળાને જે અનુક્રમથી ગોઠવાયેલી જોઈ હોય છે અને જે કારણોને પામીને તે પ્રગટ થવાની હોય છે, તે જ વ્યવસ્થા પ્રમાણે તે જ કારણોને પામીને તે પ્રગટ થાય છે. એમાં જરા પણ ફેરફાર થતો નથી.”
“તેથી ભૂતકાળમાં બનેલ બાબત વિષે ચિંતા કરવી તે વ્યામોહ છે. વ્યવહારથી પણ પોતાનું હિત સાધવા તત્પર બનેલ કે અહિતથી નિવૃત્ત થવા માટે તૈયાર થયેલ વિદૃશ્યકારી પુરુષે જરાદિનાં નિવારણ માટે ઔષધાદિ વ્યભિચારી કારણોમાં બહુ આસ્થા ન રાખવી, પણ ધર્માનુષ્ઠાનરૂપ સંપૂર્ણ નિર્દોષ ઉપાય શોધવો અને એવા ઉપાયમાં જ સંપૂર્ણ આસ્થા રાખવી.”
સારાંશ એ છે કે કારણોમાં પ્રવર્તતી વખતે વ્યવહારને આગળ કરવો અને તે પ્રવૃત્તિ વડે થતી ફલપ્રાપ્તિમાં નિશ્ચયને આગળ કરવો. કા૨ણોમાં પ્રવર્તતી વખતે જો વ્યવહારને આગળ ન કરે તો પુરુષાર્થની હાનિ થાય અને ફળ વખતે નિશ્ચયનું આલંબન ન લે તો રાગ દ્વેષની વૃદ્ધિ થાય.
આ તો ફક્ત કાર્ય અને કારણ પૂરતું જ નિશ્ચય અને વ્યવહારનું ક્ષેત્ર કહ્યું છે, બાકી એ બંનેનું ક્ષેત્ર તો એથી ઘણું જ વિશાળ છે. તે ક્ષેત્રને મુમુક્ષુએ નયોમાં નિષ્ણાત એવા સદ્ગુરુ પાસેથી સમજીને સ્વપર શ્રેયમાં રક્ત બનવું જોઈએ.
ધર્મ અનુપ્રેક્ષા • ૩૪૭