________________
પૂર્વોક્ત તાત્ત્વિક પ્રતિષ્ઠાને “તે જ હું છું,' એવા ભાવને શ્રીશાસ્ત્રકાર ભગવંતો ભાવરસેંદ્ર (પારો, પારસમણિ) કહે છે, તેથી જીવરૂપ તામ્ર અનુક્રમે સિદ્ધરૂપ સુવર્ણ બને છે. આ પ્રક્રિયામાં વચનાનુષ્ઠાન અગ્નિના સ્થાને છે. તેનાથી જીવમાં રહેલ કર્મમલ બળી જાય છે અને તે ઉજ્જવળ બને છે.
બીજાં અનુષ્ઠાનો કરતાં પ્રતિષ્ઠાવિધિની મહત્તા એ છે કે બીજાં અનુષ્ઠાનોમાં “આ અનુષ્ઠાનને બતાવનાર શ્રીજિનવચન છે,” એવા વિચાર વડે પરમાત્માના વચનપ્રકાશકતારૂપ એક જ ગુણ વડે તેમનું સ્મરણ થાય છે, કિન્તુ પ્રતિષ્ઠાવિધિમાં “સર્વ ગુણો વડે તે જ હું છું,' એવા ભાવ હોવાથી સર્વ ગુણો વડે પરમાત્માનું સ્મરણ થાય છે.
સર્વ ગુણો વડે તે જ હું છું,” એવો ભાવ પ્રત્યેક ભવ્યાત્મામાં જાગે એ જ પ્રતિષ્ઠાનું પ્રયોજન છે. એવા ભાવને યોગવિત્ર પુરુષો “સમરસાપત્તિ'' કહે છે. સમરસીભાવ, સમતા, સમાપત્તિ, અભેદ વગેરે અનેક નામોથી તે ઓળખાય છે, આવો ભાવ જ્યારે પુનઃ પુનઃ આત્મામાં જાગે છે, ત્યારે તેના અંતિમ ફળ તરીકે “પરમ સમરસાપત્તિ' પ્રાપ્ત થાય છે. તાત્પર્ય કે એ ભાવના અચિંત્ય પ્રભાવથી આત્મા સ્વયં પરમાત્મા બને છે.
પ્રતિષ્ઠાને પુણ્યાનુબંધી પુણ્ય અથવા સમ્મસ્વરૂપ બીજનો ન્યાસ પણ કહેવાય છે, કારણ કે તે વખતે પવિત્ર એવી અંતઃકરણમાં શ્રીસિદ્ધ ભગવંત ભાવરૂપે બિરાજમાન હોય છે. એ ભાવથી અનુક્રમે સર્વ સસ્તુઓની પ્રાપ્તિ થાય છે.
એ ભાવની મહત્તા બતાવતાં શ્રી ષોડશકકાર મહર્ષિ ફરમાવે છે કે
આ ભાવ સર્વ અપાયોથી રહિત છે. એમાં સર્વ પ્રયોજનોની સિદ્ધિ છે. એ આત્મામાં જ રહે છે. એ ભાવ સર્વ મંત્રોનો મહારાજા છે, સર્વ સંગોથી રહિત છે, પરમાનંદ છે અને બ્રહ્મરસ છે. એ ભાવ પુનઃ પુનઃ અભ્યાસનીય છે, કારણ કે તત્ત્વવિત પુરુષોના તત્ત્વજ્ઞાનનો એ સાર છે. આવા ભાવનું ઉચિત પ્રવૃત્તિ, ક્ષમાદિ ગુણો અને મૈત્યાદિ ભાવનાઓ વડે સંવર્ધન થાય છે.
સર્વ ભવ્ય જીવો એ પરમભાવને પામો, એવી સદૈવ કામના.
૧. પરમાત્માના સ્વરૂપમાં જેનો એકાગ્ર ઉપયોગ છે, તે પોતે જ તે વખતે પરમાત્મરૂપતાને ધારણ કરે છે. આવા એકાગ્ર ઉપયોગને “સમરસાપત્તિ' કહેવાય છે. મનનું આલંબનાકારે પરિણમન તે “સમરસાપત્તિ' સમજવી. સમાપત્તિ તે ધ્યાનનો એક પ્રકાર છે. નિર્મલ જાત્ય સ્ફટિકમણિ જેમ પાસે રહેલા પુષ્પાદિના સક્તાદિરૂપને ધારણ કરે છે, તેમ આત્મા પણ અન્ય ઉપયોગ વડે પરમાત્મરૂપતાને પામે છે.
ધર્મ અનુપ્રેક્ષા • ૩૫૧