________________
શરણ માટે સમર્પણ પરમપૂજ્ય મુનિરાજશ્રી ભદ્રગુપ્તવિજયજીમ.સા.
(હાલ આચાર્ય) (“નમો પદનો યથાર્થ મહિમા અત્ર વ્યક્ત થયો છે. મહાપુણ્યશાળી આરાધકોને તે ગમશે જ.)
દુઃખો, આપત્તિઓ, અગવડો વગેરેમાં જ્યારે જીવાત્મા મુંઝાય છે ત્યારે તે દુઃખોથી, આપત્તિઓથી અને અગવડ વગેરેથી બચવા કોઈનું...કોઈ વ્યક્તિનું શરણ સ્વીકારે છે–શરણભાવ સ્વીકારે છે.
પરમ મહર્ષિઓએ દુઃખ–સંકલેશ–અસમાધિના ટાણે શ્રીપંચપરમેષ્ઠિઓના શરણભાવને સ્વીકારવાનું કહ્યું છે. અતિ અસમાધિમાં–સખત સંકલેશમાં અને દારુણ દુઃખોમાંથી જયારે આપણે પસાર થતા હોઈએ ત્યારે વારંવાર તે પરમ પૂજનીય પરમેષ્ઠિઓને શરણે જવાનું સૂચવ્યું છે.
- ત્યારે, “શરણે જવું એટલે શું ? તે પ્રશ્ન શરણે જનારને મુંઝવી જાય છે. તે પ્રશ્નનો ઉકેલ લાવવા તે વિચારે છે–ચિંતન કરે છે...અને તેની એ સમજ દઢ થાય છે કે શ્રીપંચપરમેષ્ઠિનું શરણ સ્વીકારવું એટલે એમનો જાપ કરવો–એમનું ધ્યાન ધરવું.
શરણભાવ અંગેની આટલી જ સમજ પર્યાપ્ત નથી. શરણભાવને સ્વીકારવો એટલે આપણું સમર્પણ કરવું. એ શરણભાવ ત્યારે સ્વીકારાય જ્યારે આપણું સમર્પણ કરાય.
નમ પદ દ્વારા આપણે શ્રીપંચપરમેષ્ઠિઓને આપણું સમર્પણ કરીએ છીએ. - આપણું સમર્પણ એટલે આપણા દેહનું, આપણી વાણીનું અને આપણા મનનું સમર્પણ..
દેહ, વાણી અને મનનું સમર્પણ કર્યું એટલે આપણે દેહ, વાણી અને મન પરથી આપણો અધિકાર ઉઠાવી લીધો, આપણી માલિકી ઉઠાવી લીધી. અર્થાત્ આપણા દેહ, વાણી અને મન પર પરમેષ્ઠિઓનો અધિકાર સ્થાપિત થયો, એમની માલિકી નિર્ણાત થઈ.
હવે એ દેહ, વાણી અને મનનો ઉપયોગ આપણાં કાર્યો માટે કરી શકાય ખરો ? આપણાં કાર્યો એટલે એમને અભિમત નથી એવાં કાર્યો.
એમને–પંચપરમેષ્ઠિઓને અભિમત નથી એવાં કાર્યોમાં દેહ, વાણી અને મનનો ઉપયોગ કરવાનો આપણો અધિકાર નથી, છતાં કરીએ તો આપણે ત્રિભુવનની શ્રેષ્ઠ
ધર્મ અનુપ્રેક્ષા • ૩૫૩