________________
એવા ઉપદેશમાં જ રહેલું છે. એ વિના તે કર્મસંતાપને ન હરી શકે. સારાંશ એ છે કે પૂર્વજન્મમાં સંચિત કરેલ સર્વ શ્રેષ્ઠ પુણ્યરૂપ તીર્થંકરનામકર્મના ઉદયવડે ૫૨મ હિતોપદેશના પ્રદાનાદિ વડે તે ધર્મતીર્થંકર સર્વના સંતાપને હરે છે. જે અતિદીર્ઘ ગ્રીષ્મઋતુના તડકાના સંતાપથી પીડાતા મયૂરોના સમૂહનો સંતાપ પ્રથમ જ વાર ઘણી વર્ષાને વરસાવતો મેઘોનો સમૂહ હરે, તેમ તે ધર્મતીર્થંકર સર્વ ભવ્ય જનોના સંતાપને હરે છે.
૩. તે અરિહંત ભગવંત ધર્મતીર્થંકર સર્વજ્ઞ અને સર્વદર્શી છે, અર્થાત્ લોકાલોકના સર્વ દ્રવ્યોના સર્વ કાળના સર્વ ભાવોને એકી સાથે જાણનારા અને જોનારા છે, તેમનાં જ્ઞાનમાં કે દર્શનમાં ન આવે એવી કોઈ પણ વસ્તુ કોઈ પણ ક્ષેત્રમાં કે કાળમાં હોતી જ નથી.
૪. તે અરિહંત ભગવંત ધર્મતીર્થંકરનો દેહ અતુલ બલ, અતુલ વીર્ય, અતુલ ઐશ્વર્ય, અતુલ સત્ત્વ અને અતુલ પરાક્રમથી અધિષ્ઠિત હોય છે. આ બધું તેમણે પૂર્વના અનેક ભવોમાં સંચિત કરેલ શ્રેષ્ઠ પુણ્યના પ્રભાવથી પ્રાપ્ત થાય છે.
૫. તે અરિહંત ભગવંત ધર્મતીર્થંકરનું રૂપ સર્વાતિશાયિ હોય છે. જેમ સૂર્યની આગળ ચંદ્રમા, ગ્રહો, નક્ષત્રો અને તારાઓનું તેજ ઢંકાઈ જાય તેમ તે ભગવંતના અંગુઠાના અગ્રભાગની કાંતિ, દીપ્તિ, સુંદરતા વગેરેની આગળ સર્વ વિદ્યાધરો, સર્વ વિદ્યાધરીઓ, સર્વ દેવો, સર્વ દેવીઓ, સર્વ ઇંદ્રો અને ઇંદ્રાણીઓનું રૂપ, સૌભાગ્ય, કાંતિ, દીપ્તિ, લાવણ્ય, શોભા વગેરે પરાસ્ત થઈ જાય છે.
૬. તે અરિહંત ભગવંત ધર્મતીર્થંકરના નિરુપમ એવા ચોત્રીસ અતિશયોનું દર્શન કરતાં જ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક, અહમિદ્રો, કિંનરો, મનુષ્યો, વિદ્યાધરો, વગેરે સૌને અત્યંત આશ્ચર્ય થાય છે. તેઓ આશ્ચર્યમાં વિચારે છે કે “અહો ! અહો ! અહો ! આવું બધું અમે પૂર્વે કદી પણ જોયું નથી ! આજે અમે અનુપમ, મહાન, અચિંત્ય અને સર્વ શ્રેષ્ઠ એવા આશ્ચર્યોને એક જ કાળમાં એક જ સ્થાનમાં એકત્ર થયેલ જોઈએ છીએ.” આ બધું જોતાં જ તેમને તે જ ક્ષણે અત્યંત અત્યંત પ્રમોદ થાય છે. તે વખતે પ્રતિક્ષણ પ્રવર્ધમાન હર્ષ, પ્રીતિ અને અનુરાગવડે તેમને નવા નવા સુંદર શુભ અધ્યવસાયોની પ્રાપ્તિ થાય છે. આશ્ચર્ય અને હર્ષના અતિરેકથી તેમના મુખમાંથી ભગવાનના અતિશયો વિશે વિસ્મય અને પ્રમોદને વ્યક્ત કરતી વાણીનો પ્રવાહ વહેવા
ધર્મ અનુપ્રેક્ષા ૦ ૩૪૩