________________
માંડે છે. તે પછી જ્યારે તે અરિહંત ભગવંત ધર્મતીર્થંકર વિહાર કરીને અન્યત્ર ચાલ્યા જાય છે, ત્યારે તે દેવતાઓ વગેરેને વિષાદ પ્રાપ્ત થાય છે. હા ! હા ધી ! ધી ધિક્કાર હો અમને ! અમે નિપુણ્યક છીએ ! અધન્ય છીએ ! વગેરે ઉદ્ગારો વડે તેઓ આત્મનિંદા કરે છે તે અરિહંત ભગવંત ધર્મતીર્થંકરના વિહારથી કેટલાકને અતિ લોભના કા૨ણે ત્યાંને ત્યાં જ મૂર્છા આવી જાય છે. મૂર્છા ઉતર્યા પછી પણ તેમનાં ગાત્રો અતિ શિથિલ બની જાય છે. તેમના આકુંચન, પ્રસારણ ઉન્મેષ, નિમેષ, વગેરે શારીરિક વ્યાપારો પણ જાણે બંધ પડી ગયા હોય એવા તેઓ દેખાય છે. કેવળ મંદ મંદ દીર્ઘ અને ઉષ્ણ શ્વાસોચ્છવાસ વડે તેઓ જીવંત છે એમ ઓળખી શકાય છે. તે વખતે ઘણાંને એવો સુવિચાર આવે છે કે “આ બધો પૂર્વ જન્મના મહાન તપનો પ્રભાવ છે. અમે કેવો તપ કરીએ કે જેથી આવી શ્રેષ્ઠ ઋદ્ધિને પામીએ ?’
એવા (ઉપર્યુક્ત) તો અનંત ગુણોવડે તે સુગૃહિતનામધેય અરિહંત ભગવંત ધર્મતીર્થંકરનું શરીર અધિષ્ઠિત હોય છે. ઇંદ્ર કે કોઈ અતિશયજ્ઞાની છદ્મસ્થ પુરુષ કરોડો વર્ષો સુધી તે ગુણોનું અહર્નિશ અનુસમય હજારો જીલ્લાઓ વડે વર્ણન કર્યા જ કરે તો પણ કરોડો વરસો પછી પણ પાર આવે નહિ, કારણ કે તે અરિહંત ભગવંત ધર્મતીર્થંક૨ અપરિમિત ગુણોવાળા હોય છે. વધુ શું કહીએ ! તે ત્રિલોકનાથ, જગદ્ગુરુ ધર્મતીર્થંકરના પગના અંગુઠાના અગ્રભાગના ગુણોનું વર્ણન પણ સર્વ દેવતાઓ એકી સાથે કરવા લાગે તો પણ તેઓ તે વર્ણનના પારને કદી પણ ન જ પામે. સારાંશ એ છે કે–તીર્થંકરોના ગુણોને કેવળ તીર્થંકરો જ કહી શકે, કારણ કે તેમની વાણી અતિશયવાળી હોય છે, બીજાઓ કદાપી ન જ કહી શકે.
શ્રીનવકારનો વિસ્તા૨ાર્થ એટલે શ્રીઅરિહંત ભગવંત ધર્મતીર્થંકરના ગુણોનો સમૂહ. તે ગુણો જેમ અનંત, અપરિમિત, અસામાન્ય, અપ્રમેય, અચિંત્ય અનિર્વચીનય, સર્વ શ્રેષ્ઠ, સર્વાતિશયી, ઉત્તમોત્તમ છે, તેમ નવકારનો વિસ્તારાર્થ પણ એવો જ છે. શ્રી અરિહંત ભગવંત ધર્મતીર્થંકરના ગુણોનું ધ્યાન એ જ નવકારના વિસ્તાર્થનું ધ્યાન છે.
સર્વ ભવ્ય જીવો આવા વિસ્તારાર્થને પામી સર્વોચ્ચ કલ્યાણને પ્રાપ્ત કરે, એ જ અતિ ઉત્કટ અભિલાષા.
૩૪૪ ૦ ધર્મ અનુપ્રેક્ષા