________________
કારણ છે. એવી જ રીતે મોક્ષ પ્રાપ્તિ પૂર્વેની સર્વ શુભ અવસ્થાઓમાં ધર્મ જ કારણ છે. માટીના અને ઘડારૂપ કાર્યની વચલી અવસ્થાઓ તે પરંપરા કહેવાય. એ વચલી અવસ્થાઓરૂપ પરંપરા—પા૨મ્પર્ય વડે માટીનો પિંડ ઘડાનો સાધક છે. એવી જ રીતે ધર્મરૂપ પરિણામિકારણ અવિરત સમ્યગ્દષ્ટિ આદિ ગુણસ્થાનોનું આરોહણ અથવા સુદેવપણું, સુમનુષ્યપણું વગેરેની પ્રાપ્તિરૂપ અવસ્થાઓ—પારંપર્ય વડે મોક્ષનો સાધક છે. અવિરત સમ્યગ્દષ્ટિ આદિ ગુણસ્થાનો તે અંતરંગ પારંપર્ય છે અને સુદેવત્વાદિ અવસ્થાઓ તે બહિરંગ પારંપર્ય છે. અંતરંગ પારંપર્યમાં કારણભૂત ધર્મનું સ્વરૂપ નિર્જરા છે અને બહિરંગ પારંપર્યમાં કારણભૂત ધર્મનું સ્વરૂપ પુણ્યાનુબંધીપુણ્ય છે. અંતરંગ પારંપર્ય અને બહિરંગ પારંપર્ય બન્ને મળીને મોક્ષને સાધે છે.
જેમ પુણ્યને આપણે ધર્મ કહીએ છીએ તેમ પુણ્યથી પ્રાપ્ત થયેલી વસ્તુઓ પણ ધર્મ જ છે. પુણ્ય તે સ્વરૂપ ધર્મ છે, જ્યારે પ્રાપ્ત વસ્તુઓ તે ફલધર્મ છે.
‘ઉપમિતિભવ પ્રપંચા કથા'માં ધર્મ ત્રણ પ્રકારનો દર્શાવવામાં આવ્યો છે : હેતુ ધર્મ, સ્વરૂપધર્મ અને ફલધર્મ. હેતુરૂપ ધર્મ તે હેતુ ધર્મ. બાહ્ય સદ્ અનુષ્ઠાન તે હેતુરૂપ ધર્મ છે. ધર્મનું તાત્ત્વિક સ્વરૂપ પુણ્યાનુબંધીપુણ્ય કે નિર્જરા છે. તેમાં અનુષ્ઠાન હેતુભૂત હોવાથી તેને પણ ધર્મ કહેવામાં આવે છે. ધર્મથી પ્રાપ્ત થતાં ફળો તે પણ ધર્મ છે. તેને ફલધર્મ કહેવામાં આવે છે. ફલધર્મ બે પ્રકારનો છે : અંતરંગ ફલધર્મ અને બહિરંગ ફલધર્મ, સુદેવત્વાદિની પ્રાપ્તિ તે બહિરંગ ફલધર્મ છે. મોક્ષ તે અંતરંગ ફલધર્મ છે. બહિરંગ ફલધર્મ નશ્વર હોવાથી વિવેકી પુરુષો તે માટે ધર્મ કરતા નથી.
અનુષ્ઠાન અને સુમનુષ્યત્વાદિ ફળ તે ધર્મનું દશ્યરૂપ છે. અનુષ્ઠાનરૂપ ધર્મનાં દર્શનમાં, તેમ જ ફલરૂપ ધર્મનાં દર્શનમાં જો વિવેક ભળે તો ધર્મનો સુંદર અનુબંધ પડે છે. અનુબંધ પુણ્યાનુબંધીપુણ્ય (આત્મપુષ્ટિ) અને નિર્જરા (આત્મશુદ્ધિ)માં સતત નિરંતર વૃદ્ધિ.
સ્વયં અનુષ્ઠાન કરવું તે સાધના છે, જ્યારે વિશ્વવર્તી સર્વ ધર્મ પુરુષોના સર્વકાલીન અને સર્વ ક્ષેત્રમાં થતા ધર્માનુષ્ઠાનની ભાવપૂર્વક અનુમોદના કરવી તે અને મારી સાધના દ્વારા નીપજતા સુકૃતનો લાભ સર્વ જીવોને મળો એવી શુભેચ્છા સેવવી તે વિવેક છે૧ વિવેક સહિત સાધના તે જ વાસ્તવિક ધર્મ છે. વિવેક વિનાનો ધર્મ કદાપી
૧. આવી ભાવના પૂર્વના અનેક મહાપુરુષોએ સેવી છે. બાહ્ય કે અત્યંતર સર્વ સામગ્રી જો જગતના હિત માટે આપી શકાતી હોય તો તેમાં મહાપુરુષો કદી પણ પાછા પડતા નથી. જેમ ઘરમાં આવેલી કોઈ સારી ખાદ્ય વસ્તુ સર્વ કુટુંબીઓના ઉપભોગમાં આવે, એવી સજ્જન ગૃહસ્થની ભાવના હોય છે, તેમ મહાપુરુષોના મનમાં પણ એ ભાવ હોય છે કે ‘મને પ્રાપ્ત થયેલ
૩૨૮ ૦ ધર્મ અનુપ્રેક્ષા