________________
શ્રીઅરિહંત પરમાત્માની ભક્તિ
પૂર્વના અનેક મહર્ષિઓએ ભક્તિ વિષે ઘણું ઘણું લખ્યું છે. ભક્તિની અનેક વ્યાખ્યાઓ છે અને અનેક પ્રકારો છે.
ભક્તિમાં સૌથી પ્રથમ મહત્ત્વની વસ્તુ ઉપાસ્ય છે. આપણી ઉપાસનામાં ઉપાસ્ય કોને બનાવવા, એ પ્રશ્ન બહુ જ મહત્ત્વનો છે. ઉપાસ્યમાં એવી અદ્ભુત શક્તિ હોય છે કે ઉપાસના દ્વારા તે ઉપાસકને આત્મહૂલ્ય બનાવે છે. તેથી આ જગતમાં સૌથી જે શ્રેષ્ઠ હોય, તેને જ આપણે ઉપાસ્ય બનાવવા જોઈએ. અને તે છે શ્રીઅરિહંત પરમાત્મા. એમનાથી શ્રેષ્ઠ ઉપાસ્ય ત્રણે કાળમાં અસંભવિત છે.
શાસ્ત્રકાર મહર્ષિઓ જેમાં વીતરાગપણું અને સર્વજ્ઞપણું હોય તેને ઉપાસ્ય કહે છે. આમ તો સર્વ પરમેષ્ઠિ ભગવંતો ઉપાસ્ય છે અને તેઓ કઈ કઈ દષ્ટિએ ઉપાય છે. એ વિષયને આપણે અત્યારે નહીં સ્પર્શીએ. અત્યારે તો એટલું જ દઢ કરવાનું છે. કે સર્વ વીતરાગ અને સર્વજ્ઞ ભગવંતોમાં શિરોમણિભૂત એવા શ્રીઅરિહંત પરમાત્મા જ ઉપાસ્યતમ છે.
અનાદિ અનંત આ વિશ્વ તરફ સૂક્ષ્મ દૃષ્ટિએ જોતાં આ વિશ્વનું પ્રયોજન જ સર્વ જીવોને પરમ સુખમય ધામ તરફ લઈ જવાનું હોય એમ લાગે છે એ પ્રયોજનની સિદ્ધિ શ્રીતીર્થંકરનામકર્મની પ્રકૃતિ દ્વારા થાય છે. એ કર્મ પ્રકૃતિના પ્રભાવથી જ શ્રી તીર્થકર ભગવંતોને વાણી આદિના અનેક અતિશયો પ્રાપ્ત થાય છે. તે દ્વારા ધર્મતીર્થનું પ્રવર્તન થાય છે અને તેની સહાય લઈને અનેક જીવો પરમધામ તરફ પ્રયાણ કરતા થઈ જાય છે. એ દૃષ્ટિએ વિચારતાં, શ્રી તીર્થંકર નામકર્મની પ્રકૃતિને મોક્ષમાર્ગની માતા કહી શકાય અને શ્રી તીર્થંકર પરમાત્માને મોક્ષમાર્ગના પિતા કહી શકાય. અથવા વધુ સૂક્ષ્મ દૃષ્ટિએ વિચારતાં શ્રી તીર્થંકર નામ કર્મના બંધ તરફ દષ્ટિ જાય છે. એ કર્મપ્રકૃતિની નિકાચના વખતે શ્રીતીર્થકર ભગવંતોના આત્મામાં જે કરુણાભાવ હોય છે, તેનું જ સર્જન આ તીર્થંકરનામ છે. તેથી શ્રીતીર્થંકર નામકર્મરૂપ માતાની પણ માતા કરુણાભાવના છે તેથી સર્વ જીવોના મોક્ષમાર્ગનું આદિમ બીજ શ્રીતીર્થંકરભગવંતોની કરુણામાં રહેલું છે, એમ સ્પષ્ટ થાય છે. તાત્પર્ય એ છે કે આ બધા કાર્યમાં શ્રી તીર્થંકરભગવંતનો આત્મા મુખ્ય ભાગ ભજવે છે, તેમનાથી જ સર્વ જીવોના અભ્યદય અને નિઃશ્રેયસનો માર્ગ આ
૩૩૪ • ધર્મ અનુપ્રેક્ષા