________________
(૪) અરિહંતપદનો ગર્ભાર્થસદ્ભાવ ઃ
અરિહંત પદ અરહંત, અરિહંત, અરુહંત વગેરે અનેક પ્રકારે પ્રજ્ઞાપિત કરવામાં આવ્યું છે, પ્રરૂપવામાં આવ્યુ છે, દર્શાવવામાં આવ્યું છે, ઉપદેશવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે. સિદ્ધાદિ પદોની પણ અનેક પ્રકારે પ્રજ્ઞાપનાદિ છે.
અરહતું—અષ્ટવિધ મહાપ્રાતિહાર્યાદિરૂપ પૂજાદિથી ઉપલક્ષિત, અનન્યસદેશ, અર્ચિત્ય, કેવલાધિષ્ઠિત, પ્રવર અને ઉત્તમ એવા માહાત્મ્યને જેઓ અરહ-અર્હ-યોગ્ય છે, તેઓ ‘અરહંત' કહેવાય છે.
અરિહંત—અષ્ટવિધ કર્મરૂપ દુર્જેય અરિ-શત્રુનું હનન-નિર્મથન, નિર્હનન, નિર્દેલન, નિપીલન, પરિષ્ઠાપન અને અભિભવન કરનારા હોવાથી તેઓ ‘અરિહંત' કહેવાય છે.
અરુહંત–સકલ કર્મોનો ક્ષય થવાથી ભવના અંકુર (કર્માદિ) નિર્દગ્ધ થવાના કારણે તેઓ આ સંસારમાં ફરી રહેતા નથી, જન્મતા નથી, અને ઉત્પન્ન થતા નથી, તેથી તેઓ ‘અરુહંત' કહેવાય છે.૧
( ૬ ) સિદ્ધપદનો ગર્ભાર્થ સદ્ભાવ :
જેમણે નિષ્પ્રકમ્પ શુકલધ્યાનાદિની અચિંત્ય શક્તિ અને સામર્થ્ય વડે, સજીવવીર્ય વડે અને યોગનિરોધાદિ મહાપ્રયત્ન વડે પરમાનંદ, પરમમહોત્સવ, પરમમહાકલ્યાણ અને પરમનિરુપમસુખ સિદ્ધ કર્યાં છે, તેઓ ‘સિદ્ધ’ કહેવાય છે. અથવા, આઠ પ્રકારના કર્મના સર્વથા ક્ષય વડે જેમનું સાધ્ય સિદ્ધ થયું છે, તેઓ ‘સિદ્ધ' કહેવાય છે. અથવા, જેમનું ધ્યાન પૂર્વે શ્વેત હતું, તેઓ ‘સિદ્ધ' કહેવાય છે. અથવા, જેઓએ શીત (કર્મ)નો નાશ કર્યો, તેઓ ‘સિદ્ધ' કહેવાય છે, અથવા, જેમનાં સર્વપ્રયોજનો નિષ્ઠિત-પરિપૂર્ણ થયાં છે, તેઓ ‘સિદ્ધ' કહેવાય છે. તે સિદ્ધો સ્ત્રીલિંગસિદ્ધાદિ પંદર પ્રકારે છે. ( ) આચાર્યપદનો ગર્ભાર્થ સદ્ભાવ ઃ
જેઓ અઢાર હજાર શીલાંગથી અધિષ્ઠિત દેહવાળા હોય છે અને જેઓ છત્રીશ પ્રકારના આચારને યથોક્ત રીતે, ખેદવિના, અહર્નિશ, પ્રતિસમય સ્વયં આચરે છે અને બીજાઓને તેમાં પ્રવર્તાવે છે, તેઓ ‘આચાર્ય' કહેવાય છે. અથવા, જેઓ પરના અને સ્વના હિતને આચરે છે,૨ તેઓ ‘આચાર્ય' કહેવાય છે. અથવા, જેઓ સર્વ સત્ત્વોના ૧. નવકારવાળીના એક એક પારા ઉપર ‘અરહંત-અરિહંત-અરુહંત' એ નવ અક્ષરોના જાપમાં શ્રીઅરિહંત પરમાત્મા પ્રત્યેના ભાવો વધુ વિકાસ પામે છે. એ વખતે ઉપર કહેલ ગર્ભાર્થસદ્ભાવ આંખ સામે રાખવો.
૨. પરમળો ય હિઅમાયરંતિ આયરિયા ।
सव्वसत्तस्स सीसगणाणं वा हियमायरपंति आयरिया ||
શ્રી ‘મહાનિશીથ’સૂત્ર, નમસ્કાર સ્વાધ્યાય, પૃ. ૪૩. ધર્મ અનુપ્રેક્ષા ૦ ૩૩૯