________________
અને એક આલાપકવાળું છે. તેનું પરિમાણ સાત અક્ષર પ્રમાણ છે. તેના ગમો, પર્યાયો અને અર્થો અનંત છે. તે સર્વ મહામંત્રો અને પ્રવર વિદ્યાઓનું પરમ બીજ છે.
બીજું અધ્યયન ‘નમો સિદ્ધાણં' છે. તેનાં બે પદ છે અને એક આલાપક છે. તેનું પરિમાણ પાંચઅક્ષરપ્રમાણ છે. તે અનેક અતિશયો અને ગુણોરૂપ સંપદાઓથી યુક્ત છે. એમ અનુક્રમે ‘નમો આયરિયાળ' વગેરે ત્રણ અધ્યયનો અને ‘જ્ઞો પંચનમુક્કારો' આદિ એક ચૂલિકા છે.
(૭) પંચમંગલ મહાશ્રુતસ્કંધનો સૂત્રાર્થ
જેમ તલમાં તેલ, કમળમાં મકરંદ અને સર્વલોકમાં પંચાસ્તિકાય વ્યાપ્ત છે, તેમ શ્રીનમસ્કારમંત્ર સર્વ આગમોમાં અંતરવર્તી છે, એ એનો પ્રથમ સૂત્રાર્થ છે.૧
શ્રીપંચમંગલ મહાશ્રુતસ્કંધનો બીજો સૂત્રાર્થ એ છે કે તે નમસ્કાર યથાર્થક્રિયાના અનુરાગસહિત સદ્ભુત ગુણોનું કીર્તન કરનાર અને યથેષ્ટ ફળ આપનાર ૫૨મસ્તુતિવાદ છે. પરમસ્તુતિવાદમાં નીચેના ગુણો અવશ્ય હોય છે :
૨
(૧) તેમાં પરમસ્તુત્ય તરીકે લોકોત્તમ પુરુષો હોવા જોઈએ.
(૨) તેમાં તેમના યથાર્થ-વાસ્તવિક ગુણોનું કીર્તન હોવું જોઈએ.
(૩) તે કીર્તનનું લક્ષ્ય તે લોકોત્તમ પુરુષોએ બતાવેલ યથાર્થ ક્રિયા. (અનુષ્ઠાનસાધના)ની પ્રાપ્તિનું હોવું જોઈએ. તે લક્ષ્યની સિદ્ધિનું ૫૨મકારણ યથાર્થક્રિયા પ્રત્યેનો ગાઢ અનુરાગ છે. તે અનુરાગ કીર્તનમાં અનુસ્યૂત હોવો જોઈએ. તે પરમસ્તુતિવાદ ઉપર્યુક્તગુણોવાળો હોવાથી ઇષ્ટફળ મોક્ષને આપે છે જ. (૫) આવો પરમસ્તુતિવાદ સર્વ આગમોમાં વ્યાપ્ત હોય છે.૪
(૪)
(૮) નવકારનો ગર્ભાર્થસદ્ભાવ
પૂર્વે બતાવેલ સૂત્રાર્થની જેમ જ આ ગર્ભાર્થ સદ્ભાવનું અત્યંત મહત્ત્વ છે.
૧. તાત્પર્ય કે સર્વ આગમવાક્યોમાં પાંચ પરમેષ્ટિપદોને શોધવાનું છે, એટલે કે જગતના ભવ્ય જીવોને ૫૨મેષ્ટિપદોમાં લાવવા એ દ્વાદશાંગીનું પ્રયોજન છે.
२. जहत्थकिरियाणुरायसब्भूयगुणकित्तणे जहिच्छियफलपसाहगेचेव परमथुईवाए । શ્રી ‘મહાનિશીથ’ સૂત્ર, નમસ્કાર સ્વાધ્યા, પૃ. ૪૧.
૩. યથાખ્યાત ચારિત્ર.
૪. આ પરમસ્તુતિવાદરૂપ સૂત્રાર્થ અતિગંભીર છે. તેનું વિવેચન વધુ અવકાશ માગે છે. પ્રસ્તુત લેખમાં તેનો માત્ર અંગુલિનિર્દેશ છે.
૩૩૮ ૦ ધર્મ અનુપ્રેક્ષા