________________
અથવા પોતાના સર્વ શિષ્યસમૂહોના હિતને આચરે છે, તેઓ ‘આચાર્ય’ કહેવાય છે. અથવા, જેઓ પ્રાણસંકટમાં પણ પૃથિવ્યાદિના સમારંભને આચરતા નથી, આરંભતા નથી અને અનુમોદતા નથી, તેઓ ‘આચાર્ય' કહેવાય છે. અથવા, જેઓ કોઈ પણ અત્યંત મહાન અપરાધીને વિષે પણ મનથી પણ પાપ આચરતા નથી તેઓ ‘આચાર્ય’ કહેવાય છે.
(૬) ઉપાધ્યાયપદનો ગર્ભાર્થ સદ્ભાવ ઃ
જેઓએ આશ્રવનાં દ્વારો સારી રીતે સંવૃત કર્યાં છે, જેઓ આગમોક્ત યોગોમાં (અનુષ્ઠાનોમાં) મન, વચન, કાયાથી ઉપયુક્ત છે અને જેઓ વિધિપૂર્વક સ્વર, વ્યંજન માત્રા, બિંદુ, પદ, અક્ષરાદિથી વિશુદ્ધ રીતે દ્વાદશાંગ શ્રુતજ્ઞાનના અધ્યયન અને અધ્યાપન વડે પરના અને સ્વના મોક્ષના ઉપાયોનું ધ્યાન કરે છે, તેઓ ‘ઉપાધ્યાય’ કહેવાય છે.૧ અથવા, સ્થિરપરિચિત એવા દ્વાદશાંગ શ્રુતજ્ઞાનને જેઓ અનંત ગમો, પર્યાયો અને અર્થોવડે એકાગ્ર મને વિચારે છે, અનુસરે છે અને ધ્યાવે છે, તેઓ ‘ઉપાધ્યાય’ કહેવાય છે.
(૩) સાધુપદનો ગર્ભાર્થ સદ્ભાવ :
જેઓ અત્યંત કષ્ટમય, ઉગ્ર, ઉગ્રતર, ઘોર, ઘોરતર, વીર, વીતર વગેરે તપોનાં આચરણાદિ, અનેક વ્રતો અનેક નિયમો, નાનાવિધ અભિગ્રહો, વિશેષ સંયમનું પરિપાલન, અનેક ઉપસર્ગો અને પરીષહોનું સહન વગેરે વડે કરીને મોક્ષની સાધના કરે છે, તેઓ ‘સાધુ' કહેવાય છે.
( હ્ર) ચૂલિકાનો ગર્ભાર્થ સદ્ભાવ ઃ
આ પંચનમસ્કાર સર્વપાપનો પ્રણાશ કરે છે, અર્થાત્, આ પંચનમસ્કાર જ્ઞાનાવરણીયાદિ સર્વ કર્મોને અત્યંત પ્રકર્ષથી હણી હણીને દશે દિશાઓમાં નસાડી મૂકે છે.
સર્વપાપપ્રણાશક એ પંચનમસ્કાર સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે.
મંગલ બે પ્રકારનાં છે : દ્રવ્યમંગલ અને ભાવમંગલ. દધિ વગેરે દ્રવ્યમંગલો છે. ધર્મ એ ભાવમંગલ છે. દ્રવ્યમંગલની મંગલતા-શુભકારિતાનો આધાર પણ ભાવમંગલ છે, કારણ કે ધર્મથી પ્રાપ્ત થયેલ પુણ્યના ઉદયના અભાવમાં દ્રવ્યમંગલ લાભ કરતું નથી. નિર્વાણ સુખનો પરમ હેતુ, અહિંસાલક્ષણ અને સમ્યગ્દર્શનાદિરૂપ આર્હત ધર્મ એ
१. परमप्पणो य मोक्खोवायं झायंति ति उवज्झाए ।
શ્રી ‘મહાનિશીથ’સૂત્ર, નમસ્કાર સ્વાધ્યાય, પૃ. ૪૩.
(અહીં પ્રથમ પરનું હિત અને પછી સ્વનું હિત એ ક્રમ છે, સૂજ્ઞ પુરુષોએ શ્રી ‘મહાનિશીથ’સૂત્રના આ ગંભી૨ ક્રમને સૂક્ષ્મ અને નિપુણબુદ્ધિથી વિચારવો).
૩૪૦ ૦ ધર્મ અનુપ્રેક્ષા