________________
પંચમંગલ મહાશ્રુતસ્કંધને તેવી રીતે સમુપસ્થિત કરવો જોઈએ કે જેથી તે પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વીથી જિલ્લાગ્ર ઉપર અખ્ખલિત રીતે અનાયાસે સ્વભાવથી ક્રીડા કરે. .
(૪) મંત્રગ્રહણ સમયના ભાવો પંચમંગલમહાશ્રુતસ્કંધને ગ્રહણ કરવા માટે શ્રીમહાનિશીથ સૂત્રમાં સુંદર વિધિ બતાવવામાં આવી છે. તેમાંની કેટલીક વસ્તુઓ અહીં રજૂ કરીએ છીએ :
(૧) નમસ્કારમંત્રનું ગ્રહણ શુભ મુહૂર્ત થવું જોઈએ. (૨) તે વખતે વિશેષ પ્રકારનો તપ હોવો જોઈએ. (૩) ગ્રહણ કરવા માટેનું સ્થાન પ્રશસ્ત હોવું જોઈએ.
(૪) ગ્રહણ કરતી વખતે ગ્રહણ કરનારના મનમાં શ્રદ્ધા, સંવેગ અને પ્રવર્ધમાન શુભ અધ્યવસાયોથી સહિત એવાં ભક્તિ-બહુમાન હોવાં જોઈએ. મન નિયાણા-લૌકિક ફલાદિની આશંસાથી રહિત હોવું જોઈએ. ભક્તિના આવેગથી ગ્રહણ કરનારની રોમાવલી વિકસિત અને વદન પ્રફુલ્લ હોવું જોઈએ. તેની દષ્ટિ પ્રશાંત, સૌમ્ય અને સ્થિર હોવી જોઈએ.
(૫) નવનવા સંવેગથી મહાસાગરની ઉર્મિઓની જેમ અત્યંત ઉછળતા શુભ પરિણામોવડે તેનું જીવવીર્ય અત્યંત ઉલ્લસિત થયેલું હોવું જોઈએ. વીર્યની પ્રવૃદ્ધિથી તેનું અંતઃકરણ પ્રમુદિત, સુવિશુદ્ધ, નિર્મલ, વિમલ, સ્થિર અને દઢતર થયેલું હોવું જોઈએ.
(૬) તેનું માનસ શ્રી ઋષભાદિ તીર્થકરના બિંબમાં એકાગ્ર થયેલું હોવું જોઈએ.
(૭) મંત્રને આપનાર ગુરુ સમયજ્ઞ, દઢ ચારિત્રાદિ ગુણવાળા અને શાસ્ત્રોક્ત અનુષ્ઠાન કરવામાં બદ્ધલક્ષ હોવા જોઈએ. એવા ગુરુના મુખકમલમાંથી નિર્ગત નમસ્કાર મંત્રને વિનય, બહુમાન અને પરિતોષપૂર્વક લેવો જોઈએ. ગ્રહણ કરનાર મુમુક્ષુએ ગુરુની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ અને તેમને પરિતોષ આપવો જોઈએ.
(૫) ભવસમુદ્રની નૌકા શોક, સંતાપ, ઉદ્વેગ, વ્યાધિ, વેદના દુઃખ, દારિદ્રય, ક્લેશ, રોગ, જન્મ, જરા, મરણ, ગર્ભવાસ વગેરે અનેક દુષ્ટ જલચર જંતુઓથી ભરપૂર એવા ભવસમુદ્રમાં આ નવકાર નૌકાસમાન છે. તે સર્વ આગમોમાં અંતર્વર્તી છે. મિથ્યાત્વ દોષથી ઉપહત એવા કુશાસ્ત્રપ્રણેતાઓની સર્વ યુક્તિજાતને છેદવા માટે આ નવકાર સમર્થ છે. તે શ્રેષ્ઠ એવા પ્રવચન દેવતાઓથી અધિષ્ઠિત છે.
(૬) નમસ્કારનાં અધ્યયનો અને ચૂલિકા - પ્રથમ અધ્યયન “નમો અરિહંતા' છે, તે ત્રણ પદો (નમો રિહંતા)થી પરિચ્છન્ન
ધર્મ અનુપ્રેક્ષા • ૩૩૭