________________
પણ સમન્વય કરી શકાય છે. દા. ત–નિર્ગુણ એટલે અત્યાદિ જે છાઘસ્થિક જ્ઞાનાદિ ગુણો તેનાથી રહિત, રતિ એટલે પરમાત્મ રતિ, વગેરે.
1. પૂર્વે આપણે જોયું કે “નમો'માં અણિમા નામની સિદ્ધિ ગર્ભિત છે. શ્રી ઋષભદેવ શબ્દના અર્થમાં ઉપલક્ષણથી શેષ ત્રેવીસ તીર્થકરો લઈ શકાય છે, તેમ અહીં “અણિમા' શબ્દથી શેષ સાત સિદ્ધિઓ પણ ઉપલક્ષણથી લઈ શકાય છે. એ રીતે નવકારના પ્રથમ પદ ‘મા’માં આઠે સિદ્ધિઓ આવી જાય છે.
પૂર્વે જે જૈનેતર તંત્રોના શ્લોકો આપ્યા છે, તેનો જૈન દૃષ્ટિએ અર્થ કરીએ તો દેખાય છે કે “'કાર કુંડલિનીરૂપ છે, બ્રહ્મા-વિષ્ણુ-મહેશ એટલે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ છે. ધર્મ-અર્થ-કામ અને મોક્ષ એ ચતુર્વર્ગને આપનાર છે, પંચદેવમય એટલે પંચપરમેષ્ઠિમય છે, ભાવપ્રાણોનો વાચક છે, જ્ઞાનાદિ રત્નત્રયીરૂપ ત્રિગુણથી યુક્ત છે. જીવાદિ તત્ત્વોનો પ્રકાશક છે અને મહાન વશીકરણ માટેનો મંત્ર છે.
વર્ષોમાં રહેલી અચિંત્ય શક્તિનો જેમને ખ્યાલ છે, તેમને ઉપર કહેલા અર્થો કરતાં અનેક અપૂર્વ અર્થો તે તે વર્ષોમાં દેખાય એ સ્વાભાવિક છે. શ્રીગણધર ભગવંતનાં શ્રતના પ્રત્યેક પદના અનંત અર્થો છે. એ સર્વ અર્થોને પ્રકાશનારું કેવળજ્ઞાન સૌને પ્રાપ્ત થાઓ, એ જ મંગળ કામના.
ચૈતન્ય સ્વરૂપ
ચૈતન્ય અખંડ, અભિન નિત્ય છે. સુખ-દુઃખથી પર છે. ચૈતન્યમાં સુખદુઃખાદિ વૈષમ્ય ઘટતું નથી. વૈષમ્ય હોય ત્યાં રૂપાંતર પણ હોય. રૂપાંતર થાય તેનો નાશ પણ થાય.
બંધ અને મોક્ષ ચૈતન્યમાં નહિ, પણ અંતઃકરણમાં છે. અંતઃકરણની ઉત્પત્તિ શુભાશુભ કર્મથી છે. તે પ્રતિ શરીર ભિન્ન છે. બંધ મોક્ષ ઉપાધિને છે. મૂળ ચૈતન્યને નહિ. એ સત્યને સ્થિર કરવા માટે બંધ મોક્ષનું વર્ણન છે. ચૈતન્ય નિત્ય મુક્ત છે. એ સમજ ઉપર મોક્ષ માર્ગ આધારિત છે.
ધર્મ અનુપ્રેક્ષા • ૩૩૩