________________
આવી પ્રવૃત્તિ કે અનુષ્ઠાનને શાસ્ત્રકારો ધર્મકલ્પવૃક્ષ કહે છે. એ કલ્પવૃક્ષનાં ફળો સ્વર્ગ કે અપવર્ગ (મોક્ષ) છે. શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે એ કલ્પવૃક્ષનું મૂળ મૈત્રીપ્રમોદ-કરુણા-માધ્યચ્ય ભાવો છે. શાસ્ત્રકાર ભગવંતોએ મૈત્યાદિ ભાવોને અહીં ધર્મકલ્પ વૃક્ષનાં મૂળ તરીકે વર્ણવ્યા છે, એ બતાવે છે કે ધર્મનાં અંગોમાં મૈત્યાદિનું સ્થાન અતિ મહત્ત્વનું છે.
ધર્મરૂપ જે અનુષ્ઠાનનું સ્વરૂપ પૂર્વે દર્શાવવામાં આવ્યું છે, તે અનુષ્ઠાન દુર્ગતિમાં પડતા જીવોના સમૂહોને “ધારણ કરે છે. ધારણ કરે છે એટલે કે દુર્ગતિમાં પડવા દેતું નથી. તે અનુષ્ઠાન જીવોને દુર્ગતિમાં પડવા દેતું નથી એટલું જ નહિ અપિતુ સ્વર્ગાદિ સગતિમાં તેનું “ધાન” કરે છે. ધાન કરે છે એટલે લઈ જાય છે. આવાં બંધારણ અને ધાન’નાં કારણે તે અનુષ્ઠાન ધર્મ કહેવાય છે.
પૂર્વે આપણે જોયું કે ધર્મ તે વિશ્વનો આધાર છે. બંધારણ” અને “ધાન' એ શબ્દો પણ આધારરૂપ અર્થનું જ સૂચન કરનારા છે.
ધર્મબિંદુ’માં એ પણ કહ્યું છે કે અનુષ્ઠાનને ઉપચારથી ધર્મ કહેવાય છે, પરમાર્થથી તો જીવશુદ્ધિ-આત્મશુદ્ધિ તે જ ધર્મ છે. અનુષ્ઠાનથી આત્મશુદ્ધિ થાય છે. અહીં અનુષ્ઠાન તે કારણ અને આત્મશુદ્ધિ તે કાર્ય છે. કારણમાં કાર્યનો ઉપચાર કરીને અનુષ્ઠાનને ધર્મ કહેવામાં આવે છે. આત્મશુદ્ધિ શુદ્ધ અનુષ્ઠાનથી પ્રગટ થાય છે, તે કર્મમલના અપગમ (વ્યય)રૂપ છે અને તેનું ફળ સમ્યગુ દર્શનાદિનો લાભ છે. જીવશુદ્ધિ એવો જે અર્થ ધર્મપદનો કરવામાં આવ્યો છે, તે પણ પૂર્વે કહેલ બધા અર્થો સાથે સાદેશ્ય ધરાવનારો છે. તેથી ચરાચર જગતનો આધાર તે જીવશુદ્ધિરૂપ ધર્મ છે. જીવશુદ્ધિ કહો કે દર્શન-જ્ઞાન-ચારિત્ર કહો કે વસ્તુસ્વભાવ કહો બધાનો પરમાર્થ એક જ છે.
પૂર્વે કહેલ ધર્મના ફળરૂપને બતાવતાં ધર્મબિંદુમાં કહ્યું છે કે તે ધર્મ ધનના અર્થીઓને ધન આપે છે, કામ (પ્રશસ્ત શબ્દાદિ ઇંદ્રિયાર્થો)ના અર્થીઓને કામ આપે છે અને મોક્ષના અર્થીઓને મોક્ષ આપે છે. તાત્પર્ય કે આ જગતમાં જે કાંઈ સારુ કહેવાય છે, તેને આપનાર ધર્મ છે. જેનું મન ધર્મમાં છે તેને સર્વ સુખો સ્વયં વરે છે.
૩૨૬ • ધર્મ અનુપ્રેક્ષા