________________
ધર્મની પરિણામિકારણતા
धर्मो मे केवलज्ञान -प्रणीतः शरणं परम् । चराचरस्य जगतो य आधारः प्रकीर्तितः ॥
ઉપરના શ્લોક પર ‘ધર્મ’ પદની વ્યાખ્યાઓની દૃષ્ટિએ વિચાર કરવામાં આવ્યો હતો. કેવલીપ્રણીત ધર્મ જ ચરાચર જગતનો આધાર છે, એ પણ અમુક દૃષ્ટિએ રજૂ કર્યું
હતું.
હવે ધર્મની વિશ્વાધારતાને એક જુદી જ અપેક્ષાએ વિચારીશું. એ અપેક્ષા છે : ધર્મની પરિણામિકારણતા.
ધર્મની પરિણામિકારણતાનો વિષય સૂક્ષ્મ અને ગંભીર છે. એનો આધાર છે ‘ધર્મબિંદુ' ગ્રંથ ગ્રંથકાર ભગવાન શ્રીહરિભદ્રસૂરિજીએ બહુ જ અલ્પ અક્ષરોમાં એ અતિગંભીર પદાર્થને ગ્રંથમાં દર્શાવેલ છે. એમના જ શબ્દોમાં કહીએ તો–
'धर्म एवापवर्गस्य पारम्पर्येण साधकः '
ધર્મ એ જ પરંપરાએ મોક્ષનો સાધક છે.
ઉપલક દૃષ્ટિએ જોતાં આ પંક્તિ સામાન્ય લાગશે, પણ તેની ગંભીરતા ટીકા વડે વ્યક્ત થાય છે.
'अपवर्गः - मोक्षः, तस्य पारम्पर्येण - अविरतसम्यग्दृष्टिगुणस्थानाद्यारोहणलक्षणेन सुदेवत्वमनुजत्वादिस्वरूपेण वा साधक:- सूत्रपिंड इव पटस्य स्वंय परिणामिकारण- भावमुपगम्य निर्वर्त्तक इति ॥ '
ટીકા બતાવે છે કે જેમ વસ્ત્રનું પરિણામિકારણ સૂતરનો પિંડ છે તેમ મોક્ષનું પરિણામિકારણ ધર્મ છે, જે કારણ કાર્યરૂપે સ્વયં પરિણમે તે પરિણામિકારણ કહેવાય. માટી તે ઘડાનું પરિણામિકારણ છે, અર્થાત્ માટી સ્વયં ઘડારૂપે બને છે—પરિણામ પામે છે. એવી જ રીતે ધર્મ સ્વયં મોક્ષરૂપે પરિણમે છે. મોક્ષ તે ધર્મરૂપ પરિણામિકારણનું કાર્ય છે. એ કાર્ય બીજાં કાર્યો કરતાં વિલક્ષણ છે. જગતનાં બીજાં કાર્યો નાશ પામે છે, જ્યારે મોક્ષ એ શાશ્વત કાર્ય છે, તે કદી પણ નાશ પામતું જ નથી—જગતમાં અનેક કાર્યો અને અનેક કારણો છે તે બધામાં મહાન્ કાર્ય મોક્ષ છે અને તેનું કારણ હોવાથી જ ધર્મ પણ મહાન્ કારણ છે.
જેમ માટીના પિંડમાંથી ઘડો બને છે, તેમ ધર્મમાંથી મોક્ષ બને છે. માટીનો પિંડ અને ઘડારૂપ કાર્યની વચ્ચે એ માટીનો પિંડ અનેક અવસ્થાઓને પામે છે–અનેક પર્યાયોને ધારણ કરે છે. એ બધી અવસ્થાઓમાં કે પર્યાયોમાં પણ એ પિંડ જ સ્વયં
ધર્મ અનુપ્રેક્ષા ૦ ૩૨૭