________________
‘ધ્યાતા ૧’–લઘુકર્મી, વિરક્ત, પરિગ્રહરહિત, તપ અને સંયમથી સંપન્ન, પ્રમાદરહિત, જીવાદિ તત્ત્વોનો જાણકાર, આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના ત્યાગથી પ્રસન્ન ચિત્તવાળો, અપેક્ષારહિત, અમર્યાદ કરુણાવાળો, સર્વના કલ્યાણની કામનાવાળો, સંવેગપરાયણ, ઉપસર્ગ અને પરિષહોથી ન ડ૨ના૨, ક્રિયાયોગનો અભ્યાસી, ધ્યાનયોગમાં ઉદ્યમશીલ, સત્ત્વશીલ અને અશુભ લેશ્યા તથા વાસનાઓથી રહિત હોવો જોઈએ. તાત્પર્ય કે, અપ્રમત્ત મહામુનિ, પ્રમત્ત મહામુનિ, દેશવિરતિ શ્રાવક તથા સમ્યગ્દષ્ટિ એ ચાર ધર્મધ્યાનના ધ્યાતા૧ સમજવા.
૧. ધ્યાતાનું લક્ષણ ‘યોગશાસ્ત્ર' પ્રકાશ ૭માં, સુંદર રીતે આપેલું છે, વિશેષ જિજ્ઞાસુઓએ તે અવશ્ય જોવું જોઈએ.
એકાગ્ર ચિંતન તે ‘ધ્યાન ૨' સમજવું. નિર્જરા અને સંવર તે ધ્યાન ફળ ૩' છે. ‘ધ્યેય ૪’ વસ્તુ યથાર્થ હોવી જોઈએ; કાલ્પનિક નહીં ‘દેશ ૫, કાળ ૬ અને અવસ્થા ૭’ તેવા પસંદ ક૨વા જોઈએ કે જેમાં ચિત્ત પ્રસન્ન રહેતું હોય અને ધ્યાન નિર્વિઘ્ન સિદ્ધ થતું હોય. ‘અવસ્થા’ એટલે, પોતાની શારીરિક આદિ સ્થિતિ.
ધર્મધ્યાનની વ્યાખ્યાઓ મુમુક્ષુઓએ સમજવી જોઈએ. તે આ રીતે છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે ધર્મ છે. તેનાથી યુક્ત એવું ધ્યાન તે ધર્મધ્યાન છે. અથવા મોહ અને ક્ષોભથી રહિત એવો આત્મપરિણામ તે ધર્મ છે, તેનાથી યુક્ત એવું ધ્યાન, તે ધર્મધ્યાન કહેવાય. અથવા ધર્મ એટલે વસ્તુસ્વરૂપ, તેનું એકાગ્રચિંતન તે ધર્મધ્યાન છે, અથવા ધર્મ તે ક્ષમાદિ દવિધ સમજવો, તેનાથી સહિત એવું ધ્યાન તે ધર્મધ્યાન સમજવું. સારાંશ કે સ્વીકૃત શુભ આલંબનમાં તત્પર અને તેનાથી ભિન્ન વિષયની સ્મૃતિથી રહિત એવું એકાગ્ર ચિંતન તે ધર્મધ્યાન છે.
મૈત્ર્યાદિ શુભ ભાવનાઓનું ચિંતન, સ્વાધ્યાય, જપ અને ઇન્દ્રિયજય એ ધ્યાનમાં ચઢવા માટેનાં શ્રેષ્ઠ પૂર્વસાધનો છે.
ધ્યાન માટેનું સ્થાન રમણીય, નિર્જન, અચિત્ત, વિઘ્નરહિત જોઈએ. કાયોત્સર્ગ મુદ્રા, પદ્માસન અથવા સુખાસનમાં સ્થિર રહેવું જોઈએ. ધ્યાન વખતે શરીર અક્કડ ન રાખવું, મેરુદંડ સરળ રાખવો. દૃષ્ટિ નાસાગ્રે રાખવી. ઓષ્ઠ સારી રીતે બંધ રાખવા, ઉપરના દાંતોનો નીચેના દાંતો સાથે સ્પર્શ ન થાય તેની કાળજી રાખવી. ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોથી ખેંચી લેવી. મનને સ્વીકૃત આલંબનમાં ('અ' વગેરેમાં) સ્થિર કરવું અને અન્યત્ર જતા મનને રોકવું. ધ્યાન વખતે નિદ્રા, આળસ વગેરે ન જોઈએ.
“ધર્મધ્યાનમાં આ જીવનમાં વિકાસ સાધવો જ છે,” એવો સંકલ્પ વારંવાર સેવવો જોઈએ. આ યુગમાં ધર્મધ્યાનથી ચઢીયાતી બીજી કોઈ પણ સાધના નથી એવો દૃઢ નિર્ણય જોઈએ. ધર્મધ્યાનને જ જીવનનું લક્ષ્ય બનાવવું જોઈએ. ધર્મધ્યાનની સિદ્ધિ ધર્મ અનુપ્રેક્ષા ૦ ૩૦૭