________________
જો આ અભેદ પ્રણિધાનને ભ્રાંત માનવામાં આવે તો, જેમ કલ્પિત જળથી તૃષાનો નાશ કદાપી ન થાય તેમ, એ ધ્યાનથી ફળ પ્રાપ્તિ કદાપી ન થવી જોઈએ, કિંતુ એથી. ધ્યાતાને ધ્યાનના બળે શાંતિ વગેરે અનેક પ્રકારના ફળોની પ્રાપ્તિ થતી દેખાય છે. તેથી તે ભ્રાંત નથી.
કેટલાક યોગીઓ અગ્નિનું અભેદ પ્રણિધાન કરીને પોતે અગ્નિરૂપ બને છે અને પીડિતના શીતજવર વગેરેને હરી શકે છે. તેઓ અમૃતનું અભેદ પ્રણિધાન કરીને, તે વડે પીડિતના દાહજવરને શાંત કરે છે, એ રીતે અભેદ પ્રણિધાને સફળ હોવાથી તે ભ્રાંતિરૂપ નથી.
ટુંકમાં કહીએ તો સમસ્ત દ્વાદશાંગીનું પ્રયોજન જીવને અહત્ના અભેદ પ્રણિધાન તરફ લઈ જવાનું છે. દ્વાદશાંગીનું આ પ્રયોજન મનમાં પૂરેપૂરું સ્થિર થવું જોઈએ.
આ લેખ પછી મન્નાધિરાજ મર્દ ના ધ્યાનની પ્રક્રિયા દર્શાવવામાં આવશે. તે પ્રક્રિયામાં “મન્નાધિરાજ સઈ નાભિચક્રમાંથી ઉત્થિત થઈને મધ્યમાર્ગમાં આવતા ચક્રોને ભેદીને બ્રહ્મરંધ્રમાં જાય છે.” વગેરે વર્ણનનો સમાવેશ કરવામાં આવશે. એ વર્ણન બરોબર સમજમાં આવે તે માટે આધારાદિ ચક્રોનું જ્ઞાન આવશ્યક હોવાથી આ લેખમાં ચક્રોને સંક્ષેપમાં સમજાવવાનો પ્રયત્ન કરેલ છે. આ વર્ણન મંત્રશાસ્ત્રના સમર્થ વિદ્વાન આચાર્ય ભગવંત શ્રીસિંહતિલકસૂરિ મહારાજાના “પંચપરમેષ્ઠિ-મંત્ર-કલ્પ' નામના ગ્રંથને ઓધારે કરવામાં આવ્યું છે.
- આચાર્ય ભગવાન શ્રીસિંહતિલકસૂરિએ પોતાના ઉપર્યુક્ત ગ્રંથમાં નવ ચક્રોના નામો નીચે મુજબ આપ્યાં છે : - (૧) ધાર ચક્ર, (૨) સ્વાધિષ્ઠાન ચક્ર, (૩) મણિપૂર્ણ ચક્ર, (૪) અનાહત ચક્ર; (૫) વિશુદ્ધ ચક્ર, (૬) લલના ચક્ર, (૭) આજ્ઞા ચક્ર, (૮) બ્રહ્મ ચક્ર અને (૯) સુષુમ્મા ચક્ર.
આધાર ચક્ર (કમળ) ગુદાના મધ્યભાગ પાસે રહેલું છે. તે ચાર દલવાળું અને રક્ત વર્ણવાળું છે. - આધાર ચક્રમાં કુંડલિની શક્તિ પ્રસુપ્ત રીતે રહેલી છે, તે સદ્દગુરુના દષ્ટિપાત, સંકલ્પ અથવા સ્પર્શમાત્રથી પ્રબુદ્ધ થઈને ઊર્ધ્વગમન કરે છે. એ ગમન વખતે સ્વર્ણકલાની જેમ તપ્ત થયેલી તે સહેલાઈથી ચક્રોને ભેદી નાખે છે.
સ્વાધિષ્ઠાન ચક્ર લિંગના મૂળ પાસે રહેલું છે. છ દલવાળું અને અરુણ વર્ણવાળું
મણિપૂર્ણ (નાભિ, મણિપુર) ચક્ર નાભિની પાસે છે. તે દસ દલવાળું અને
ધર્મ અનપેક્ષા ૩૧૩