________________
અનુક્રમે ય ર ત વ શ ષ સ દ એ વર્ષો ચિંતવવા.
આ રીતે રોજ નિયમિતતાપૂર્વક માતૃકાનું ધ્યાન કરતો સાધક શ્રુતજ્ઞાનનો પારગામી થાય છે માતૃકાના ધ્યાનમાં શ્રુતજ્ઞાનનાં આવરણોને તોડવાની અમાપ શક્તિ છે. એ શક્તિનો અનુભવ સાધકને થોડા જ કાળમાં થાય છે.
શ્રુતજ્ઞાનના રહસ્યભૂત પદાર્થોને સમજવા માટે નિર્મળ પ્રજ્ઞાની જરૂર છે. પ્રજ્ઞાને નિર્મળ બનાવવાનાં ત્રણ સાધનો છે : (૧) આગમનો યથાવિધિ અભ્યાસ, (૨) તેના ઉપર મનન અને (૩) ધ્યાનના અભ્યાસનો રાસ. જે સાધકને આ ત્રણે અંગો સકલ (વિકલતા રહિતી પ્રાપ્ત થાય છે, તે ધન્ય છે, કૃતપુણ્ય છે અને આસન્નભવ્ય છે ! આ ત્રણ સાધનોથી પ્રકલ્પિત થયેલી પ્રજ્ઞા વિના આગમના ભાવોને યથાર્થ રીતે જાણી શકતા નથી. આવી પ્રજ્ઞા તેને પ્રાપ્ત થાય છે કે જેનું ચિત્ત મૈસૂયાદિ ભાવોથી અત્યંત ભાવિત થયું હોય. આવી પ્રજ્ઞાની પ્રાપ્તિ માટે મૈયાદિથી પ્રસન્ન થયેલું ચિત્ત અનિવાર્ય છે. એવી પ્રજ્ઞા આત્મિક આનંદ સાથે સંકળાયેલી છે. જ્યાં આવી પ્રજ્ઞા હોય છે, ત્યાં પરમાનંદનો મહાસાગર ઉછળે છે.આવી પ્રજ્ઞા તે શુક્લ પક્ષની બીજનો ચંદ્રમાં છે, તેનું બિંબ સામે આવતાં જ આનંદ સમુદ્રમાં ભરતી આવે છે. પ્રજ્ઞા અને ચિત્તપ્રસન્નતાનો પરસ્પર કાર્યકારણ ભાવ છે, તે પરસ્પરને વિકસાવે છે.
અહંકાર પ્રજ્ઞાનો નાશક છે. જો કોઈ છમસ્થ એમ સમજે કે હું તો શ્રુતજ્ઞાનનો પારગામી છું, હું જે અર્થો કરું છું, તે જ બરોબર છે, તો સમજવું કે તેની મતિ અહંકારથી આંધળી થઈ ગઈ છે. આવો અહંકાર મૈત્યાદિથી અભાવિત અને ધ્યાનાભ્યાસના રસ વિનાના પુરુષોમાં થવાની સંભાવના છે. તેથી સાધકે આ વિષયને નિપુણ બુદ્ધિથી વિચારવો. ધ્યાનયોગ તે દ્વાદશાંગીનું રહસ્ય છે, એમ ઉપમિતિકાર ભગવાન શ્રીસિદ્ધષિએ ભારપૂર્વક જણાવ્યું છે. જે આગમના અભ્યાસ અને મનનને ધ્યાનયોગની પ્રાપ્તિનું ધ્યેય નથી, તે મોક્ષસાધક ન બની શકે એટલું જ નહિ, દેશવિરત અને સર્વવિરતના અનુક્રમે જિનપૂજાદિ તેમ જ ઇર્યાસમિતિ વગેરે સર્વ અનુષ્ઠાનોનું ચરમ લક્ષ્યપણ ધ્યાનયોગની પ્રસિદ્ધિ છે. ધ્યાનયોગ તે પ્રધાન છે અને બાકીનો બધો પ્રપંચ એનો જ પરિકર છે, એમ શ્રીઉપમિતિકાર કહે છે. * હવે આપણે મંત્રાધિરાજ ના ધ્યાનની સર્વશ્રેષ્ઠ પ્રક્રિયા વિચારીશું.
પ્રથમ નાભિકંદની નીચે આઠ પાંખડીવાળું એક બહુ જ સુંદર પા ચિંતવવું. તેની કર્ણિકાના પરિઘપરની કેસરામાં અનુક્રમે ફરતા ગ મા વગેરે સોળ સ્વરો ચિંતવવા. શ્રીસિદ્ધચક્રના બૃહદ્ યંત્રમાં સોળ સ્વરોની ગોઠવણ જોવાથી આ વસ્તુ વધુ સ્પષ્ટ થશે, તે પછી આઠ પાંખડીઓમાં અનુક્રમે : વર્ગ, વ વર્ગ, વર્ગ, વર્ગ, ત વર્ગ, વર્ગ, વર્ગ અને વર્ગ ચિંતવવા.
ધર્મ અનપેક્ષા • ૩૧૫