________________
પ્રણિધાનના બે પ્રકારો છે. સંભેદ પ્રણિધાન અને અભેદ પ્રણિધાન. એ બે પ્રકારોના વર્ણનને જાણવા માટે જિજ્ઞાસુઓએ હવે પછીના લેખને જોવા માટે ઉત્સુક બનવું.
સંભેદ પ્રણિધાન
સંભેદ એટલે સંશ્લેષરૂપ અથવા સંબંધરૂપ ભેદ. ધ્યાતાનું ધ્યેય સાથેનું જે માનસિક મિલન તે અહીં સંશ્લેષ અથવા સંબંધ સમજવો. અહીં ધ્યાતા ધ્યેયરૂપ જે ‘અહં' તેનું અર્હ રૂપે, પરમાત્મારૂપે ધ્યાન કરે છે. ‘પરમાત્મા તે પોતે જ છે,' અથવા ‘પોતે તે પરમાત્મા જ છે,' એવું અભેદ પ્રણિધાન તેને હોતું નથી. મન વડે તે પરમાત્માને પૂજ્ય અને પોતાને પૂજક માને છે. આવા ધ્યાનથી ધ્યાતામાં અભેદ પ્રણિધાનની યોગ્યતા ઉત્પન્ન થાય છે.
સંભેદ પ્રણિધાનની પ્રક્રિયા
આપણા મસ્તકના ઉપરના ભાગની મધ્યમાં ‘બ્રહ્મરંધ્ર’ નામનું ધ્યાનનું શ્રેષ્ઠ સ્થાન છે, તેમાં પ્રથમ ‘અહૈં” એ બીજનું સૂર્યસમાન તેજસ્વી અક્ષરોમાં ધ્યાન કરવું. પછી ‘દૂ'કારની મધ્યમાં આત્માને સ્વદેહાકારે ચિંતવવો. એ રીતે ધ્યેય અને ધ્યાતાના સંશ્લેષરૂપ પ્રણિધાન થાય છે. આ પ્રક્રિયામાં પ્રથમ અ અથવા ' એનું બીજ બ્રહ્મધમાં સ્થિર કરવું. તેમાં ‘દૂ'ની વચ્ચે સ્વાત્માને આવી રીતે–દૂર ચિંતવવો—અહીં (*) આ ચિહ્નના સ્થાને સ્વદેહાકારે આત્મા વિરાજમાન કરવો, તાત્પર્ય કે સમગ્ર આકૃતિ આવી બનશે :
ऽह ३
સંભેદ પ્રણિધાન બીજી રીતે પણ કરી શકાય. આ રીતમાં પ્રથમ બ્રહ્મરંધ્રમાં સ્વાત્માને સ્વદેહાકારે ચિંતવવો. પછી તેની ચારે બાજુએ ‘અર્હ' એવા અનેક અક્ષરો લખેલા છે એમ ચિંતવવું. તાત્પર્ય કે અનેક અહંકારો વડે પોતે વેષ્ટિત છે, એમ ચિંતવવું. અભેદ પ્રણિધાન
અભેદ એટલે અર્જુના અભિધેય પ્રથમ પરમેષ્ઠિ જેમનું સ્વરૂપ પૂર્વના લેખના અભિધેય દ્વારમાં વર્ણવવામાં આવ્યું છે, તેમની સાથે સ્વાત્માનો એકીભાવ, અહીં પ્રથમ સ્વાત્મા સ્વદેહાકારે બ્રહ્મમાં સમવસરણ અંતર્ગત અરિહંતરૂપે વિરાજમાન થઈને દેશના આપી રહેલ છે, એમ ચિંતવવું. અહીં સ્વાત્મારૂપ અરિહંત અથવા અરિહંતરૂપ સ્વાત્મા
૧. અહીં અના સ્થાને અવગ્રહ ચિહ્ન લખેલ છે. એવું ચિહ્ન શ્રીસિદ્ધચક્ર વગેરે યંત્રોમાં હોય છે. ૨. આ સ્થાને શ્રીઅરિહંત પરમાત્માને પણ આલેખવામાં આવે છે.
૩. શ્રીસિદ્ધચક્રાદિ યંત્રોમાં.
ધર્મ અનુપ્રેક્ષા ૦ ૩૧૧