________________
અરિહંતના સર્વ અતિશયોથી સમૃદ્ધ છે, એમ ચિંતવવું. આવું અભેદ પ્રણિધાન એ જ તાત્ત્વિક નમસ્કાર છે.'
જેને સંભેદ પ્રણિધાન કહેવામાં આવ્યું છે, તેને શ્રીઅરિહંત પરમાત્માનું પદDધ્યાન પણ કહેવામાં આવે છે. અહં મર્દ એ પદ અરિહંત પરમાત્માનું વાચક હોવાથી, તેમાં પદરૂપે-મંત્રદેહરૂપે શ્રીઅરિહંત પરમાત્મા રહે છે. આ “ને નામધ્યેય પણ કહેવામાં આવે છે. ધ્યાનમાર્ગના નિષ્ણાતોએ ધ્યાનના ચાર પ્રકાર પણ પાડેલા છે. પદDધ્યાન, પિંડWધ્યાન, રૂપDધ્યાન અને રૂપાતીતધ્યાન, એ ધ્યાનોની વ્યાખ્યાઓ અનેક ગ્રંથોમાં જુદી જુદી રીતે કરવામાં આવેલ છે. સદેહ એવા શ્રીઅરિહંત પરમાત્માની સમવસરણ સિવાયની અવસ્થાના ધ્યાનને પિંડWધ્યાન કહેવામાં આવે છે, અથવા શ્રીઅરિહંત પરમાત્માની પ્રતિમાનું ધ્યાન તે પણ પિંડસ્થ સમજવું. સમવસરણમાં દેશના આપતા શ્રીઅરિહંતનું ધ્યાન તે રૂપસ્થ સમજવું. શ્રીસિદ્ધરૂપે રહેલા શ્રીઅરિહંતનું ધ્યાન અથવા તેમના કેવલજ્ઞાનાદિ ગુણોનું ધ્યાન તે રૂપાતીત સમજવું. રૂપાતીતધ્યાન મહાન યોગીઓને જ હોય છે.
અભેદ પ્રણિધાનના વિષયમાં ઘણી વ્યક્તિઓને એવી શંકા થાય છે કે
જો તમારો આત્મા અરિહંત નથી તો પછી તેનું અરિહંતરૂપે પ્રણિધાન કરતા તમને ભ્રાન્તિ તો થતી નથી ને ?
આવી શંકા બરોબર નથી. અહીં (અભેદ પ્રણિધાન)માં આત્માની ભાવઅરિહંતરૂપે અર્પણ કરવાની હોય છે, અરિહંતના ધ્યાનમાં નિષ્ઠ એવો આત્મા આગમથી ભાવ-અરિહંત છે. તેથી અહીં ભ્રાન્તિ નથી. જે ભાવવંડે આત્મા પરિણમે છે, તે ભાવવડે તે તન્મય બને છે, તેથી અરિહંતના ધ્યાનમાં નિષ્ઠ એવો આત્મા અરિહંતમય બને છે. તે વખતે તે પોતે જ ભાવ-અરિહંત બને છે. જેમાં નિર્મળ સ્ફટિકમણિ સામે રહેલી વસ્તુના રૂપને ધારણ કરે છે તેમ આત્મા પણ ધ્યાન વડે ધ્યેયમય બને છે.
સર્વ દ્રવ્યોમાં દ્રવ્યાત્મક એવા ભૂત અને ભવિષ્યના પર્યાયો દ્રવ્યરૂપે સદા રહે છે. તેથી ભવિષ્યમાં થનારો જે અત્ (કવલી) પર્યાય તે અત્યારે દ્રવ્યરૂપે સર્વભવ્યોમાં રહેલો છે, તો પછી વિદ્યમાન એવા તે પર્યાયનું ધ્યાન કરવામાં બ્રાંતિ શી રીતે હોઈ શકે ?
૧. ‘શયમેવ દિ તાત્વિક્ટો નમ: I' - શ્રી “સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન'ની “તત્ત્વપ્રકાશિકા'ટીકા. ૨. “મને માત્મનઃ સર્વતઃ સંમેદ્ર રૂત્યુ પામ્ !' - ઉપર્યુક્ત ગ્રંથની “ન્યાસસારસમુદ્ધાર' નામની ટિપ્પણી
૩૧૨ • ધર્મ અનુપ્રેક્ષા