________________
અરિહંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુ ભગવંતોના અનુગ્રહ વિના કદાપિ થતી નથી, તેથી તે અનુગ્રહ માટે સદૈવ ચિત્ત તલસતું-ઝંખતું રહેવું જોઈએ. અનુગ્રહને પ્રાપ્ત કરવાનું સર્વ શ્રેષ્ઠ સાધન અનુરાગ છે. તેથી પાંચ પરમેષ્ઠિ ભગવંતોને વિશે પ્રતિક્ષણ પ્રવર્ધમાન, ગાઢ, અવિચળ અને વિનયસહિત એવો અનુરાગ હૃદયમાં હોવો જોઈએ. સુંદર સ્તોત્રોના ભાવપૂર્વક સ્વાધ્યાયથી અને જપ વગેરેથી અનુરાગમાં અપૂર્વ વૃદ્ધિ થાય છે. એ ભગવંતોના શરણે પુનઃ પુનઃ જવાથી અનુગ્રહ અને અનુરાગ, બંને વધે છે. “પંચપરમેષ્ઠિ ભગવંતો વિના આ જગતમાં આપણા માટે કોઈ પણ આધાર નથી, આધાર છે તો એ જ છે. એ જ આપણાં જીવન, પ્રાણ, વગેરે છે.” વગેરે ભાવના વારંવાર ભાવવી જોઈએ. અનુરાગ અને અનુગ્રહથી ધર્મધ્યાન માટેની આપણી પાત્રતા વિકસે છે અને ધ્યાનને અનુકૂળ એની સર્વ સામગ્રી આપણી પાસે કુદરતી રીતે ખેંચાઈને આવે છે.
યોગનાં આસન, પ્રાણાયામ, શરીરમાં રહેલા ધ્યાનનાં સ્થાનો, સુષમ્યાદિ નાડીઓ, પ્રત્યાહાર, પાર્થિવી આદિ ધારણાઓ વગેરે અંગોનું સ્વરૂપ સાધકે અવશ્ય જાણી લેવું જોઈએ. કલિકાલસર્વજ્ઞકૃત યોગશાસ્ત્રમાં આ વિષયોનું સુંદર વર્ણન છે. કાલિકાલસર્વજ્ઞનું યોગવિષયકજ્ઞાન અગાધ હતું. તે જ્ઞાનને સર્વાગપરિપૂર્ણ રીતે તેમણે યોગશાસ્ત્રમાં પ્રથિત કર્યું છે. ધ્યાનાભ્યાસીએ એ ગ્રંથ અવશ્ય વાંચવો જોઈએ. એથી ધ્યાનવિષયક અનેક વિષયોની તેને સ્પષ્ટતા થશે. •
ધ્યાનનું માહાભ્ય બતાવતાં “પંચપરમેષ્ઠિ મંત્રરાજ, ધ્યાનમાલામાં કવિ નેમિદાસ' કહે છે કે
તરણિકિરણથી જાશું અંધારા, ગરુડમંત્ર જિમ વિષપ્રતિકાર, જિમ રોહણગિરિ રત્નની ખાણ, તિમ જ્ઞાનાદિક ગુણમણિ ધ્યાન.
જેમ સૂર્યકિરણથી અંધકાર નાશ પામે, જેમ જાંગુલીમંત્રથી વિષનો પ્રતિકાર થાય. અને જેમ રોહણાચળ પર્વત રત્નોની ખાણ છે, તેમ ધ્યાનથી અજ્ઞાનાંધકાર નાશ પામે, મોહવિષનો પ્રતિકાર થાય અને જ્ઞાનાદિક ગુણરત્નોની પ્રાપ્તિ થાય છે.
તેથી તે મુમુક્ષુઓ ! તમારા જીવનનું ધ્યેય-પરમ લક્ષ્ય ધર્મધ્યાનને બનાવો !
૧. નાભિ, હૃદય, કંઠ, નાસિકાગ્ર, તાળવું, મુખ, કાન, નેત્ર, લલાટ, ભૂમધ્ય અને મસ્તક એ યોગશાસ્ત્ર મુજબ ધ્યાનના સ્થાનો છે. આ સ્થાનોની વિશેષ ચર્ચા પ્રાયઃ પછીના લેખમાં થશે. આ સ્થાનોમાં ધારણા કરવાથી ચિત્ત શીવ્રતઃ પ્રશાંત બને છે અને ધ્યેયમાં સુંદર રીતે એકાગ્ર બની શકે છે.
૨. પ્રત્યાત્ત્વિદિયાનાં વિખ્યો સમતિ –બાહ્ય અને આંતર ઇન્દ્રિયોને વિષયોમાંથી ખેંચી લેવી, તે પ્રત્યાહાર છે. વિશેષ માટે જુઓ યોગશાસ્ત્ર' પ્રકાશ છો. .
૩૦૮• ધર્મ અનપેક્ષા