________________
મધ્યસ્થબુદ્ધિના અન્વેષણનું પરિણામ છે.
સાધકવૃત્તિનો આરાધક આંતરજીવનમાં પ્રયોગ કરવા નીકળનાર વૈજ્ઞાનિક છે. પોતાને પ્રાપ્ત સાધન, પદ્ધતિથી ધારેલું પરિણામ નીપજતું ન દેખાય તો તે અટકે છે, એનું કારણ શોધી કાઢવા પ્રયાસ કરે છે. પોતાની સાધનામાં રહી જતી સ્ખલનાનું તે અન્વેષણ કરે છે. પોતાના મતનો આંધળો આગ્રહ નથી રાખતો.
મધ્યસ્થબુદ્ધિ, પૂર્વ ગ્રહોનો પરિત્યાગ, નિપૂણતા અને સત્ય પામવાની તીવ્ર ઝંખના હોય તો જ એ અન્વેષણ-આત્મનિરીક્ષણ-એને એની સાધનાનું યથાર્થ દર્શન કરાવી શકે.
વૈજ્ઞાનિકો પ્રયોગોના આધારે સિદ્ધાંત તારવે છે. એ સિદ્ધાંતની સત્ય લેબોરેટરીમાં Practical-demonstration પ્રયોગ દ્વારા નવા અભ્યાસીઓને (આજે સ્કૂલો અને કોલેજોના વિદ્યાર્થીઓને પણ) બતાવવામાં આવે છે. કોઈ પણ થીયરી જો સાચી હોય તો, તેમાં જણાવેલું પરિણામ, તેના આધારે કરવામાં આવતા પ્રયોગમાં દેખાવું જોઈએ.
આપણી ચરણકરણની પ્રવૃત્તિ એ પ્રયોગ છે, આપણો એ પ્રયોગ જો શ્રીજિનેશ્વરદેવે સ્થાપિત કરેલ Theory - આરાધના પદ્ધતિ અનુસારનો જ હોય તો તે પ્રયોગમાં, તેની Theoryમાં જણાવેલ પરિણામો દેખાવાં જોઈએ.
ધર્મસાધનાની પ્રતીતિ
ધર્મના ફળરૂપે જેમ કર્મનિર્જરા, સદ્ગતિ-વૈમાનિકદેવભવ કે સુમાનવભવની પ્રાપ્તિ અને અંતે મુક્તિ છે, તેમ આ જીવનમાં અનુભવાય એવાં આંતરબાહ્ય પરિણામો પણ છે કે જેની વાત પણ શાસ્ત્રોએ કરી છે, ધર્મના ફળને કેવળ. પરલોક અને પુર્નજન્મ સાથે જ સંબંધ છે, એવું નથી. આ જીવનમાં પણ જેનું પ્રત્યક્ષ દર્શન એને પ્રતીતિ થાય એવાં પરિણામો પણ સાથે સાથે જ નીપજે છે. તેથી “શ્રીધર્મબિંદુ'માં શાસ્ત્રકાર મહર્ષિએ, ધર્મના ફળના બે વિભાગ પાડીને, આ વાત સ્પષ્ટ રીતે ઉચ્ચારી છે. “દ્વિવિધ ∞ અનન્તરપરમ્પર મેવાવિત્તિ ।' અધ્યાય ૭, સૂત્ર ૨.
ધર્મનું ફળ બે પ્રકારનું છે, અનંતર ફળ અને ૫રં૫૨ ફળ, કાર્યની સાથે જ તેનું જે ફળ આવે તે અનંતર-આંતરા વિનાનું-ફળ કહેવાય, અર્થાત્ તરત મળતું ફળ તે અનંતર ફળ અને દૂરનું ફળ તે પરંપર ફળ.
ધર્મના અનંતર-આ જીવનમાં અનુભવાય તેવા-ફળનો નિર્દેશ કરતાં ગ્રંથકાર મહર્ષિ કહે છે કે—
૨૯૦૦ ધર્મ અનુપ્રેક્ષા