________________
तत्रानन्तर फलमुपद्रव हास इति । तथा भावैश्वर्यवृद्धिरिति ।
तथा जनप्रियत्वमिति । ધર્મનું તરતનું ફળ એ મળે છે કે રાગ-દ્વેષ, વગેરે આત્માને ઉપદ્રવ કરનારા ભાવોનો હ્રાસ થાય છે તે ઘટવા માંડે છે. ભાવ-ઐશ્વર્યની વૃદ્ધિ થાય છે અને લોકપ્રિયતા પ્રાપ્ત થાય છે.–અધ્યાય ૭, સૂત્ર ૩/પ.
ધર્મમાં પ્રવેશ થતાં જ તે આત્મામાં અદ્વેષ ગુણ ખીલે છે. તે કોઈનો તિરસ્કાર કરતો નથી, દીન, દુઃખી અને પાપી મનુષ્યો પ્રત્યે પણ તેના અંતઃકરણમાં કરુણાનો પ્રવાહ શરૂ થઈ જાય છે. પાપીને જોઈને તેના ઉપર તે ક્રોધ કરતો નથી, પરંતુ નિઃસીમ પ્રેમથી તેના કલ્યાણની ભાવના રાખે છે. હનગુણી પ્રત્યે જો અંતરમાં દ્વેષ જાગે તો સમજવું કે હજી ધર્મનો અંકુર આપણા આત્મામાં ઉગ્યો નથી.
ભાવૈશ્વર્ય એટલે ભાવરૂપ સમૃદ્ધિ-આત્મગુણોની વૃદ્ધિ. એની ઓળખાણ કરાવતાં ટીકાકાર મહર્ષિ શ્રીમુનિચંદ્રસૂરિ મહારાજ લખે છે કે, “પાર્વશ્વર્ય-વાર્યક્રખ્ય પાપનુગુપ્તાવિમુખત્તમત્તક્ષાર્થ વૃદ્ધિઃ-૩ : ”આત્મઘરમાં ધર્મનાં પગરણ થતાં જીવનવ્યવહારમાં ઉદારતા, પરોપકારવૃત્તિ, પાપકર્યો તરફ સહજ સુગ અને સંતોષ વગેરે સગુણો વિકસતા જોવા મળે છે. - ધર્મની સાથે આવતી ત્રીજી વસ્તુ છે લોકપ્રિયતા એટલે કે લોકોને એનો સંસર્ગ આનંદદાયી લાગે, “આ કાળમાં લોકોને ધર્મ ગમતો નથી, તેથી ધર્મી આત્મા લોકપ્રિય બને એ વાત આ કાળ માટે નથી, આ કાળમાં તો ધર્મી જીવ પ્રત્યે લોકોનું વલણ વિપરીત જે હોય.” એવી શંકા ન કરવી, વર્તમાન કાળમાં બહોળો લોકસમૂહ ધર્મથી વિમુખ છે એ વાત સાચી. પણ એનો અર્થ એટલો જ કે ધર્મનું આચરણ કરવાની વાત એમને રુચતી નથી, ધર્મનું ફળ તો બધાને ગમે છે. સામાન્ય લોકસમૂહ ધર્મની નિંદાદ્વેષ કરવા પ્રેરાય છે, તે ઘણીવાર ધર્મીની માત્ર છાપ મેળવેલી વ્યક્તિઓના અપકૃત્યોના કારણે પણ હોય છે. જે માણસ ખરો ધર્મિષ્ઠ છે, તે સદાચારી હોય છે અને કોઈ પણ પ્રાણીને પીડા થાય તેવા કાર્યમાં પ્રવર્તતો નથી. તેથી પરિણામ એ આવે છે કે સર્વ લોકોને તે પ્રિય થઈ પડે છે. ધર્મી માણસના પરિચયમાં આવતી વ્યક્તિઓ–એના
૧. જેના વિના અનુષ્ઠાનો “તુચ્છ દ્રવ્યક્રિયા' જ રહે છે, તે આશયોમાંના પ્રણિધાન આશયનો એક અંશ છે કે “..તધ: પાનું: ” અર્થાત્ ધર્મી આત્મા પોતાના કરતાં નીચલી ભૂમિકાના જીવો પ્રત્યે કરુણાયુક્ત હોય છે.
ધર્મ અનુપ્રેક્ષા ૨૯૧