________________
સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્યદૃષ્ટિ કેળવવાથી સમત્વ સિદ્ધિ થઈ શકે. બીજા જીવો પ્રત્યે આત્મતુલ્ય દૃષ્ટિ એટલે કે જેમ પોતાના હિતની ચિંતા, પોતાને પ્રાપ્ત ગુણ કે સુખની કે સામગ્રીથી આનંદ, પોતાના દુઃખ નિવારવાની ઇચ્છા અને પોતાના દોષો માટે બીજા તરફથી બચાવ મેળવવાની વૃત્તિ રહે છે તેમ બીજા જીવોની હિતની ચિંતા રાખવી, એમને પ્રાપ્ત ગુણ કે સુખથી આનંદિત થવું, એમના દુ:ખ કે મુશ્કેલીનું નિવારણ થાય એની ઇચ્છા અને શક્ય પ્રવૃત્તિ કરવી અને એમના દુર્નિવાર દોષો માટે તેમને ક્ષમા આપવી. શાસ્ત્રકારો આ વૃત્તિને મૈત્રી, પ્રમોદ, કરુણા, અને ઉપેક્ષાના નામથી ઓળખાવે છે.
ધ્યાનની સાધનામાં આ ભાવોનું મહત્ત્વ કેટલું છે તે નીચેના બે શ્લોકો કહી જાય છે :
मैत्रीप्रमोद कारुण्य माध्यस्थानि नियोजयेत् ।
ધર્મધ્યાન મુપનું તદ્ધિ તસ્ય રસાયનમ્ । - શ્રીયોગશાસ્ત્ર, પ્ર. ૪, શ્લો. ૧૧૭. आत्मानं भावयन्नाभि-र्भावनाभिर्महामतिः ।
ત્રુટિતામપિ સંધત્તે, વિશુદ્ધાં ધ્યાનસંતતિમ્ । - શ્રીયોગશાસ્ત્ર, પ્ર. ૪, શ્લો. ૧૨૨.
“ધર્મધ્યાનની પ્રાપ્તિ ક૨વા માટે મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થભાવ આત્મામાં લાવવો, કારણ કે જેમ રસાયણ-ઔષધિઓ કાયાને પુષ્ટિ આપે છે અને તેને બળ-વીર્યસંપન્ન બનાવે છે, તેમ ધર્મધ્યાનને માટે આ ચાર ભાવનાઓ રસાયણ છે.”
“મહાબુદ્ધિમાન આત્માઓ, આ ભાવનાઓ વડે આત્માને ભાવિત કરતાં– વાસિત કરતાં—ત્રુટેલી ધ્યાનધારાને પણ સાંધી દે છે.'
અર્થાત્ જેને વિશુદ્ધ ધર્મધ્યાન સિદ્ધ કરવું હોય તે આત્માએ આ ભાવનાઓથી પોતાનું ચિત્ત વાસિત કરી લેવું આવશ્યક બની રહે છે, કારણ કે આપણે ઉપર જોઈ ગયા તેમ ધ્યાન માટે ચિત્તથૈર્ય–ચિત્તની એકાગ્રતા અનિવાર્ય છે...ને’સાત્ત્વિક ભાવોમાં તે ચિત્ત જ એકાગ્ર બની શકે, જે ચિત્ત નિર્મળ હોય. મલિનચિત્ત સાત્ત્વિક વિચારોમાં સ્થિર ન રહી શકે. સ્વાર્થ, ઇર્ષ્યા, અસુયા, માત્સર્ય, દ્વેષ વગેરે ચિત્તના મળ છે. ચિત્તના આ મળો દૂર થાય, ચિત્તમાં મૈત્ર્યાદિભાવનાના વાસથી.
સ્વાર્થી, સંકુચિત, સુખેથ્થુ, ભોગની કામનાથી ખરડાયેલા ચિત્તમાં આ ઉદાત્ત ભાવો પ્રકટે નહિ, પ્રકટે તો ટકે નહિ બીજાના હિતના વિચારથી ભરેલા આ મૈત્ર્યાદિભાવોને સ્થિર કરવા, વિકસાવવા પોતાના જીવન ઉપર નિયંત્રણ આવશ્યક બને છે. પોતાની ભોગેષણાને છુટા દોર આપી, નિરંકુશ જીવન જીવીને, ઉપરોક્ત વિશુદ્ધભાવોને ચિત્તના આસન ઉપર સ્થિર ન કરી શકાય તેથી, પોતાના ભોગપ્રધાન જીવનને નિયંત્રિત કરવું એ સાધકની પ્રાથમિક જરૂરિયાત થઈ પડે છે. આ કાર્ય યમ
૨૯૬ • ધર્મ અનુપ્રેક્ષા