________________
મોક્ષ સુધી લઈ જનાર પોતાના સાધના માર્ગનો પરિચય પ્રાપ્ત કરી લેવો, એનો નકશો મેળવી લેવો અને મોક્ષ તરફ આગળ વધતા વચ્ચે પ્રાપ્ત થતી આત્મવિકાસની વિવિધ ભૂમિકાઓની પિછાન કરી લેવી શું જરૂરી નથી ?
આપણને મોક્ષ જોઈએ છે. એની પ્રાપ્તિનો ઉપાય શો ? ઉપાયના યથાર્થજ્ઞાન વિના ઉપેયની સિદ્ધિ ન થઈ શકે, એ તો સૌ સમજી શકે તેવી વાત છે, તેથી મોક્ષના ઉપાયોનો કંઈક પરિચય આપણે મેળવી લઈએ. મોક્ષના ઉપાયની વાત કરતાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિમહારાજ કહે છે કે
મોક્ષ ક્ષયવેવ સ ચાત્મજ્ઞાનનો ભવેત્ | ध्यानसाध्यं मतं तच्च, तद्ध्यानं हितमात्मनः ॥
- શ્રીયોગશાસ્ત્ર, પ્ર. ૪, શ્લો. ૧૧૩. મોક્ષ કર્મક્ષયથી જ થાય, કર્મક્ષય આત્મ જ્ઞાનથી થાય અને એ (આત્મજ્ઞાન) ધ્યાન સાધ્ય છે. માટે તે ધ્યાન આત્માને હિતકારી છે.”
મોક્ષ સુધીના ચાર પગથીયાંનો અહીં નિર્દેશ છે : એક તો ધ્યાન, ધ્યાનથી આત્મજ્ઞાન, આત્મજ્ઞાનથી કર્મક્ષય અને કર્મ ક્ષયથી મોક્ષ.
અહીં “ધ્યાન” શબ્દથી તેઓશ્રી શું કહેવા માગે છે તે તેમણે નીચેની પંક્તિમાં કહી દીધું છે :
"मुहूर्तांतर्मनः स्थैर्य, ध्यान छद्मस्थ योगिनाम् ।
ઘર્મ શુનં ર તત્ થા....' પ્રકાશ ૪, શ્લો. ૧૧૫. એક અંતર્મુહૂર્ત સુધી એક જ આલંબનમાં મનની સ્થિરતાને છvસ્થ યોગીઓનું ધ્યાન સમજવું. (વિશુદ્ધિ અને વિષયભેદથી) તેના ધર્મધ્યાન અને શુક્લધ્યાન એમ બે ભેદ પડે છે. “ધર્મધ્યાન” શબ્દથી કેવળ શુભ વિચારણાનું અનેક શુભ વિષયોમાં ફરતા ચિત્તનું સૂચન નથી કરતાં, પણ કોઈ એક શુભ આલંબનમાં અંતર્મુહૂર્ત પર્યત ચિત્તની એકાગ્રતાની સ્થિતિનો નિર્દેશ એ શબ્દથી કરે છે.
તો શું મોક્ષ મેળવવા, આજે જ આપણે ધ્યાનમાં બેસી જવું ? એનો જવાબ તેઓશ્રીએ નીચેના શ્લોકમાં આપી દીધો છે.
સમત્વમેવવ્યાથ સ્થાને યોગી સમાયેત્ |
વિના સાત્વિમાથે ધ્યાને સ્વીત્યા વિવંધ્યતે પ્ર. ૪, શ્લો. ૧૧૨.
સમત્વ પ્રાપ્ત કરી, પછી એના આલંબને ધ્યાનાભ્યાસ કરવો કારણ કે સમત્વ વિના ધ્યાનનો પ્રારંભ કરવામાં આવે તો ધ્યાનમાં પ્રવેશ થતો નથી અને આત્મા વિડંબના પામે છે.” અર્થાત્ ધ્યાન પહેલાનું પગથીયું સમત્વ છે.
ધર્મ અનુપ્રેક્ષા • ૨૫