________________
આ મન્ત્રાધિરાજ અર્ફે સર્વાતિશાયી છે અને સર્વસદ્ધસ્તુઓની પ્રાપ્તિનું બીજ છે, તે સર્વ આગમોનાં રહસ્યનું પણ રહસ્ય છે અને સર્વ વિઘ્નરૂપ પર્વતોને ક્ષણવારમાં ભેદી નાખવા માટે મહાવજતુલ્ય છે, વગેરે માહાત્મ્ય સાધકના મનમાં દૃઢ થવું અત્યંત આવશ્યક છે. તેથી આ લેખથી તે મંત્રાધિરાજના મહિમાની શરૂઆત કરવામાં આવે છે. આ અને પછીના લેખોમાં જે માહાત્મ્ય આપવામાં આવશે તેને વાંચીને સાધકોના મનમા એ વિશ્વાસ સુદૃઢ થવો જોઈએ કે એ મંત્રાધિરાજ પરમ શ્રદ્ધેય છે, પરમ ધ્યેય છે, પ૨મ શરણ્ય છે અને પરમ સ્પૃહણીય છે. આવા પ્રકારના દૃઢ વિશ્વાસથી મન્ત્રાધિરાજની સાધનામાં નવો ઉત્સાહ અને નવો વેગ આવશે.
૧. મન્ત્રાધિરાજ અર્દૂ મહિમા
‘અહં’ એ ત્રણ અક્ષરો વડે જેઓ પરમેષ્ઠિ નમસ્કારને સ્મરે છે, તેઓ સર્વ ભયોને ઓળંગીને ઋદ્ધિ અને સિદ્ધિઓથી યુક્ત બને છે.
જે આત્માનું ગર્હ સ્વરૂપે ધ્યાન કરે છે, તે આ લોકમાં યોગીઓમાં શ્રેષ્ઠ છે.૨ હે મુનિવર ! સાક્ષાત્ શ્રીજિનપતિરૂપ એવા આ મંત્રરાજ અહંનું તું સ્મરણ કર ! મન્ત્રાધિરાજ઼ ગર્દમાંથી ઉત્પન્ન થયેલા અનાહતનાદમાં સ્થિર છે ચિત્ત જેનું એવા મુનિને અણિમાદિ સર્વ સિદ્ધિઓ સ્વયં પ્રાપ્ત થાય છે.૪
‘અર્દ'નું સુષુમ્નાનાડીમાં ધ્યાન કરનાર યોગીને તે તે ભવોમાં સિદ્ધિસદશ સામ્રાજ્ય પ્રાપ્ત થાય છે.પ
અર્હ એ મંત્રદેહવાળા સાક્ષાત્ શ્રીજિનેશ્વર ભગવંત છે, અર્થાત્ એ શ્રીજિનપતિનો સદાવિદ્યમાન મંત્રદેહ છે.
‘ત્ર'થી શરૂ થતી અને ‘હૈં'માં અંત પામતી એવી પ્રસિદ્ધ માતૃકા (બારાખડી) યુગની યાદિમાં શ્રીઋષભદેવ ભગવંતે સ્વયં કહી હતી. તેમાંનો પ્રત્યેક અક્ષર તત્ત્વરૂપ
૧. પરમેષ્ઠિ-ળમોગરો, ‘અહં' તિત્તિ અવરેહિ ને સરહિ । તે ત્તષિય સન્નમયા, રિદ્ધિ-સિદ્ધિનુયા દ્રુતિ ॥
૨. ‘અદ’ સ્વ પતિ સોઽત્ર યોગિન્દ્રઃ । - મન્ત્રરાજ રહસ્ય, ૩૫૮ ૩. સ્મર બિનપતિજજ્યં મંત્રાનં યતીન્દ્ર । - મંત્રરાજ રહસ્ય, ૪૫૩ ४. मन्त्रराजसमुद्भूतानाहतस्थितचेतसः ।
સિન્તિ સિદ્ધયઃ સર્વા અળિમાદ્યા: સ્વયં યતેઃ ॥ - મંત્રરાજ રહસ્ય, ૪૫૭ (અનાહતનાદનું સ્પષ્ટીકરણ આગળ પ્રક્રિયા વખતે કરવામાં આવશે). ૫. ‘અર્હ’ મેરુધ્ધાતુસ્તત્તજીવસિદ્ધિ સામ્રાગ્યમ્ । - મંત્રરાજ રહસ્ય, ૪૫૮ ૬. (ગર્હ) મન્નતનુ: બિનપતિ: સાક્ષાત્ ।
-
મંત્રરાજ રહસ્ય, ૪૬૩
ધર્મ અનુપ્રેક્ષા ૦ ૩૦૩
તેરસ-મેઝ-નવાર-પડાં ।