________________
છે. તેમાં પણ ‘અહં’એ ત્રણ તત્ત્વો શ્રેષ્ઠ છે, કારણ કે તેમાં શ્રીસર્વજ્ઞ ભગવંત રહે છે.૧ આ મન્ત્રાધિરાજ અહં સર્વ મંત્રોની જન્મભૂમિ છે. એ અષ્ટમહાસિદ્ધિઓનો આપનાર, સર્વ પાપોનો નાશ કરનાર, સર્વ પુણ્યોનું આદિમ કારણ, સર્વ ગુણ-રૂપ રત્નોનો રત્નાકર અને અચિત્ત્વ પ્રભાવવાળો છે. પૂર્વ જન્મોમાં જેણે પ્રચુર પુણ્ય કર્યું હોય તેને જ આ મન્ત્રાધિરાજની સમ્યક્ પ્રાપ્તિ થાય છે. એની સુંદર રીતે આરાધના કરનારને આ લોકમાં એવી કોઈ પણ શુભ વસ્તુ નથી કે જે પ્રાપ્ત ન થાય તેથી હે મુમુક્ષુ ! તારા કલ્યાણ માટે આ મંત્રાધિરાજને તારા સર્વસ્વનું ભાવપૂર્વક સમર્પણ કર ! તારા અને સમગ્ર જગતના કલ્યાણ માટે જ સાક્ષાત્ શ્રીજિનેશ્વર ભગવંત અર્હ રૂપ મંત્રદેહ ધારણ કરીને સદા મંત્રશરીરથી જીવે છે.
પ્રકાશ કરનારું જ્ઞાન અને શુદ્ધ કરવાનો તપ તથા આવતાં કર્મને રોકનાર સંયમ, એ ત્રણે વસ્તુ એકત્ર મળવાથી શ્રીજિનશાસનમાં મોક્ષ કહ્યો છે.
પ્રકાશ કરનારું જ્ઞાન, સમગ્ર દ્વાદશાંગી છે. તેમાંથી અને તેના સારભૂત શ્રીનવકારમાંથી એક જ પ્રકાશ મળે છે અને તે છે ‘આત્મસમદર્શિત્વ’નો, બીજા શબ્દોમાં સમ્યક્ત્વનો, સામાયિકનો.
સર્વ જીવો સાથે આત્મતુલ્યદર્શિપણું પ્રાપ્ત થવું અને તેના ફળ સ્વરૂપે સર્વવિરતિ સામાયિક અને નિર્વાણની પ્રાપ્તિ થવી એ જ શ્રીનવકાર અને દ્વાદશાંગીના જાપ અને અધ્યયનનું મુખ્ય ફળ છે.
૨. મન્ત્રાધિરાજ અર્દનું સ્વરૂપ
મન્ત્રાધિરાજ માં પ્રથમ અક્ષર ‘' છે. તે માતૃકા—બારાખડીનો પ્રથમ વર્ણ છે. એ મન્ત્રાધિરાજનો અંતિમ અક્ષર ‘દ’ છે. તે માતૃકા—બારાખડીનો અંતિમ વર્ણ છે. આ ‘F’ ઊર્ધ્વ અને અધો રેફ (7 કાર)થી, તેમ જ કલા () અને બિંદુ (.) થી યુક્ત છે. ઊર્ધ્વ રેફ (~), ‘ઞ' અને ‘'ની વચ્ચે છે. આ રેફથી બારાખડીના ‘’અને ‘TM’ વચ્ચેના સર્વ વર્ણો ( ‘'થી ‘સ્’ સુધીના સૂચવાય છે, એ રીતે ' વર્ણ વચલા સર્વ વર્ણોનો
૧. બારાદ્રિ-દ્દારાન્તા, પ્રસિદ્ધા સિદ્ધમાતૃા | युगादौ या स्वयं प्रोक्ता, ऋषभेण महात्मना ॥ एकैकमक्षरं तस्यां तत्त्वरूपं समाश्रितम् ।
तत्रापि त्रीणि तत्त्वानि येषु तिष्ठति सर्ववित् ॥
- શ્રીજયસિંહસૂરિ વિરચિત ‘ધર્મોપદેશમાલા’ ‘અ' અક્ષરસ્તવ, ૩-૪.
(અહીં જે અવતરણો આપવામાં આવ્યાં છે, તે બધાનો સંગ્રહ ‘નમસ્કાર સ્વાધ્યાય' નામક ગ્રંથમાં કરવામાં આવ્યો છે.)
૩૦૪ • ધર્મ અનુપ્રેક્ષા