________________
નિર્માણ કરનાર શ્રીસિદ્ધર્ષિગણિમહારાજા આ વાત ઉપર ભાર મૂકતાં, “આગમાર્થનો સર્વ સા૨ દ્વાદશાંગીનો નિચોડ શો ?' એવી જિજ્ઞાસાવાળા એક ગીતાર્થમુનિના પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે,
‘....આર્થ ! મારોત્ર વિજ્ઞેયો, ધ્યાનયોગ: યુનિર્મલઃ ॥ યત: મુત્નોત્તરમુળા: સર્વે, સર્વાનેય વહ્નિયિા । मुनीनां श्रावकाणांच, ध्यानयोगार्थमीरिता ॥ - ઉપમિતિ પ્રસ્તાવ ૮, શ્લો૦ ૭૨૫-૨૬.
“હે આર્ય ! સાગર જેવી વિસ્તીર્ણ દ્વાદશાંગીનો સાર નિર્મળધ્યાનયોગ છે– શ્રાવકના અને સાધુઓના જે મૂલગુણો અને ઉત્તરગુણો બતાવ્યા છે તે સર્વે, અને જે કંઈ બાહ્ય ક્રિયાઓ છે તે બધી જ, ધ્યાનયોગની સિદ્ધિ અર્થે કહેલ છે.’
મોક્ષ માટે જેમ ધ્યાન જરૂરી છે, તેમ ધ્યાન માટે ચિત્તશુદ્ધિ આવશ્યક છે, કારણ કે વિશુદ્ધ અને એકાગ્ર બનેલું ચિત્ત એ જ ધ્યાન છે, શ્રીસિદ્ધર્ષિગણિ મહારાજના શબ્દોમાં જ ધ્યાનસિદ્ધિનો ક્રમ અને ઉપાયો જોઈએ.
“તથાહિ-મન: પ્રસાર: માધ્ધોત્ર મુયર્થ જ્ઞાન ( ધ્યાન) સિદ્ધયે । अहिंसादिविशुद्धेन, सोऽनुष्ठानेन साध्यते ॥
अतः सर्वमनुष्ठानं चेतः शुद्धर्थमिष्यते ।
વિશુદ્ધ = યવેળાX, ચિત્તે તથ્થાનમુત્તમમ્ ।।'' પ્રસ્તાવ ૮, શ્લો. ૭૨૭-૨૮.
“મુક્તિ માટે જરૂરી ધ્યાનની સિદ્ધિ માટે પ્રથમ મનઃપ્રસાદ–ચિત્તની પ્રસન્નતા— સાધવી જોઈએ અને તે સધાય અહિંસાદિ વિશુદ્ધ અનુષ્ઠાનોના આસેવનથી.”
૧. પ્રશ્ન નીચે મુજબ છે :
ततोऽसावागमार्थस्य, सर्वसारं सुनिर्मलम् । जिज्ञासुर्विनयेनेत्यं गुरुं पप्रच्छ भावतः ||
મન્ત ! દાવશાદૃશ્ય, વિસ્તીર્ણસ્યોèરિવ।
ભાવદ્રષિતસ્ય, જિ સારમિતિ ઘ્યતામ્ ॥ - પ્રસ્તાવ ૮, શ્લો. ૭૨૩-૨૪.
૨. પ્રણિધાનાદિ આશયવિશુદ્ધિથી યુક્ત.
"हीनगुणद्वेषाभाव, परोपकारवासनाविशिष्टोऽधिकृत धर्मस्थानस्य कर्तव्यतोपयोगः प्रणि
ધાનમ્ ।''
“પોતાથી હીનગુણવાળા પ્રત્યે દ્વેષ રહિત અને પરોપકારની વાસનાયુક્ત તથા કરાતા અનુષ્ઠાનમાં કર્તવ્યબુદ્ધિ શક્તિનો ઉપયોગ એ છે પ્રણિધાન.”...ને પ્રણિધાનાદિ આશય વિનાની ક્રિયા દ્રવ્યક્રિયા છે અને તે પોતાના ફળની સાધક નથી, આ વાત અહીં સ્મૃતિમાં તાજી રાખવી. ૨૯૮૦ ધર્મ અનુપ્રેક્ષા