________________
આત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થે સદા જાગૃત રહેવા પ્રેરે છે. એ આત્મજ્ઞાનનું મહત્ત્વ આપણા ચિત્તમાં વસવું જોઈએ. આત્મજ્ઞાન વિના સંસારનો-કર્મનો નાશ શક્ય નથી. શ્રીહેમચંદ્રસૂરિ મહારાજે કહ્યું છે કે
"आत्माज्ञानभवंदुःखमारमचानेन हन्यते ।
तपसाप्यात्मविज्ञानहीनैच्छेत्तुं न शक्यते ॥" “આત્માના અજ્ઞાનપણાથી જન્મેલું દુઃખ આત્મજ્ઞાન વડે નાશ પામે છે, તે વિના–આત્મજ્ઞાન વિનાના જીવો તપ વડે પણ તેને છેદી શકતા નથી.”—શ્રી યોગશાસ્ત્ર, અ. ૪, શ્લો. ૪.
“આત્મજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે.” - વાસુપૂજય જિનસ્તવન, ગા. ૬. એમ આનંદઘનજી મહારાજે પણ ગાયું છે.
છતાં, ભાવનું આરોપણ કરીને દેશ કે સર્વચારિત્ર અપાય છે, અર્થાતુ શ્રાવકપણાનાં અને સાધુપણાનાં અનુષ્ઠાન કરવા દેવામાં આવે છે. આ વ્યવહારનો નિષેધ નથી, પરંતુ સાધકે એ કદી વિસરવું ન જોઈએ કે એ દ્રવ્યપાલન છે, એમાંથી ભાવમાં જવાનું બાકી છે, ભાવની પ્રાપ્તિ અર્થે જ એનું આસેવન છે. એ સ્મૃતિને સતત જાગતી રાખી, પોતાની વ્રત-તપ-સંયમની સાધના આત્મસાક્ષાત્કાર સુધી પોતાને લઈ જાય એ રીતે યોજવી જોઈએ.
સાધનાપથનો સમગ્ર નકશો જો દૃષ્ટિ સામે હોય તો વ્રત-નિયમ-તપ-સંયમને જ સાધ્ય માની લઈ એની આરાધનામાં પરીપૂર્ણતા સમજવાની ભૂલ ન થાય, આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં સાધન તરીકે એ બધાનો સ્વીકાર થાય. ને તેથી, માત્ર ડોળ અને દેખાવની વૃત્તિ એમાં ન ભળે અને સાધનામય જીવનનાં વર્ષો વીતતાં જાય તેમ તેમ જીવનમાં અધિકાધિક શક્તિ, સમતા અને સ્વસ્થતા અનુભવાય.
- હવે, ક્ષણભર શાંતપણે વિચારો કે આપણી ધર્મારાધનાનું સાધ્ય શું રહ્યું છે ? આત્મજ્ઞાન–આત્મસાક્ષાત્કાર-ની પ્રાપ્તિનાં સાધન સમજીને વ્રત-નિયમ-તપ સંયમનું આસેવન આપણે કરીએ છીએ કે વ્રત-નિયમ-તપ-સંયમને જ સાધ્ય માની લઈ, તેમાં જ ઇતિકર્તવ્યતા સમજીએ છીએ ? આપણો આત્મવિકાસ થતો અનુભવી શકીએ છીએ ? કે વર્ષોની સાધના પછી પણ “હતા ત્યાંના ત્યાં” એવો અનુભવ થાય છે ? ધર્મની આરાધના વધતાં સાચી ધર્મસાધનાની સાથે અવશ્ય જન્મતી પ્રસન્નતા, શાંતિ અને સ્વસ્થતાથી આપણો જીવનવ્યવહાર સભર બનતો જાય છે કે હજી પણ વિષાદ, ચિંતા, ભય, વ્યાકુળતા આપણા જીવનને ડારી રહ્યાં છે ?
૩૦૦ • ધર્મ અનપેક્ષા